- 12.75 કરોડની ભરપાઈ કરવા કોર્પોરેશન તંત્ર દ્વારા કંપનીના માલિકને બદલે પ્લાન્ટ ઓપરેટરને નોટીસ ફટકારાઈ હતી.
વડોદરા. ભાયલી ખાતે સરકારી જમીનમાં બે વર્ષથી સિમેન્ટ પ્લાન્ટ શરૂ કરનાર માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી વિપક્ષી નેતા અમીબહેન રાવતે કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશન તંત્ર દ્વારા પ્લાન્ટના ઓપરેટરને જમીનની લાગત અને દંડ સહિત રૂ. 12.75 કરોડ રૂપિયા ભરપાઈ કરવા નોટીસ ફટકારવામાં આવી હતી.
વિપક્ષીનેતાએ મેયર કેયુર રોકડિયા અને મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલને પાઠવેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે, ભાયલી ખાતે વડોદરા મહાનગર પાલિકાની સરકારી જગ્યામાં ગેરકાયદે સિમેન્ટ બનાવવાનો પ્લાન્ટ સ્થાપનાર કંપનીના માલિકને બદલે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ભુપેન્દ્ર શેઠની સૂચનાથી વોર્ડ ઓફિસરે પ્લાન્ટના ઓપરેટરના નામે રાતોરાત બનાવી દેવાયેલી મુન્ના એન્ટરપ્રાઈઝના નામે રૂ. 12.75 કરોડની ભરપાઈ કરવા અંગે નોટીસ ફટકારી હતી. માલિકને બદલે ઓપરેટરને નોટીસ ફટકારીને મજાક કરવામાં આવ્યો છે.
ત્યારે અમી રાવતે માંગણી કરી છે કે, પ્લાન્ટના ડેવલપર માલિક પાસેથી પણ વસૂલાત કરવી જોઈએ. તેમજ લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ અને પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમના ઉલ્લંઘન હેઠળ પ્લાન્ટના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. કારણકે, પ્લાન્ટને કારણે ભારદારી વાહનોની અવરજવર થવાથી રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. તેમજ પ્લાન્ટને કારણે આસપાસના બાગ બગીચા, ખુલ્લી જગ્યા અને જળાશયને નુકસાન પહોંચ્યું છે. રહેણાંક વિસ્તારના રહિશો પ્લાન્ટના અવાજથી હેરાન પરેશાન થયા છે. તેમજ લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઉભું થયું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ માલિક પાસે વસૂલાત થવી જોઈએ. પ્લાન્ટ તાત્કાલિક દૂર કરીને વડોદરા મહાનગર સેવાસદને જગ્યા પોતાના તાબામાં લેવી જોઈએ.
અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરા મહાનગર સેવાસદનની માલિકીની જમીનમાં કોઈપણ જાતની પરવાનગી વિના પ્લાન્ટના માલિકોને વીજ જોડાણ પણ આપી દેવાયું હતું.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(અમેરિકાના મિયામી ખાતેના મૉલમાં એક મૉડલ કપડાં પહેર્યા વિના પહોંચી – ખાંટુ નટુનો રિપોર્ટ)
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg