- ઝિમ્બાબ્વેથી જામનગર આવેલાં 72 વર્ષિય વૃદ્ધને ઓમિક્રોન પોઝિટીવ.
- દેશનો ત્રીજો અને ગુજરાતનો પહેલો કેસ નોંધાતાં આરોગ્ય તંત્રની દોડધામ.
જામનગર. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલાં 72 વર્ષિય વૃદ્ધમાં ઓમિક્રોન પોઝિટીવ આવ્યાં છે. જેને પગલે ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ હોવાની વિગતો સપાટી પર આવતાં આરોગ્ય તંત્રની દોડધામ શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ તાબડતોબ સમીક્ષા બેઠક બોલાવી હતી.
ઝિમ્બાબ્વેથી જામનગર આવેલાં 72 વર્ષિય વૃદ્ધ ગત તા. 2 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટીવ જણાઈ આવ્યા હતાં. તેઓના સેમ્પલને વધુ તપાસ માટે પુણા સ્થિત લેબોરેટરીમાં મોકલાયા હતાં. આજે તેમનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. જેને પગલે જામનગરમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલ આ વૃદ્ધને આઈસોલેશનમાં ખસેડવામાં આવ્યા છે.
ગત 2 ડિસેમ્બરના રોજ જામનગરમાં એક પરિવારના સાત સભ્યો કોરોના પોઝિટીવ આવ્યા હતાં. એમાં નવા વેરિયન્ટનો કેસ સામે આવતાં આરોગ્ય તંત્રએ દોડધામ શરૂ કરી દીધી છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg