• સ્પેનની હોન્ટેડ રેસ્ટોરન્ટમાં ગ્રાહકનું સ્વાગત થાય છે લોહી નિતરતા ચાકુથી.
  • ‘લા માસિયા અંકાંટડા’ રેસ્ટોરન્ટમાં જવા માટે વ્યક્તિમાં હિંમત હોવા જરૂરી.

Gajab News. સ્પેનમાં આવેલી હોન્ટેડ (ભૂતાવળી) રેસ્ટોરન્ટ ‘લા માસિયા અંકાંટડા’  લોકોમાં ચર્ચાનો વિષય બની છે. રેસ્ટોરન્ટમાં આવતાં ગ્રાહકનું સ્વાગત લોહી નિતરતાં ચાકુથી થાય છે તેમજ ભૂતો – મૃતદેહો વચ્ચે બેસાડીને ગ્રાહકોને ભોજન પીરસવામાં આવે છે.

સ્પેનમાં આવેલી એક ઇમારતને શ્રાપિત માનવામાં આવતી હતી. જેને કારણે રેસ્ટરન્ટ માલિકે આ ઇમારતમાં હોન્ટેડ રેસ્ટોરન્ટ શરૂ કરી દીધી. અહીં અસલ કોઈ ભૂત – પ્રેત હોતા નથી પરંતુ, આખો કોન્સેપ્ટ જ ભૂતપ્રેતનો છે.

વેઈટરો ભૂતોનો વેશધારણ કરીને ફરતાં હોય છે. ભોજન માટેનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. એક સાથે 60 ગ્રાહકોને ભોજન પીરસાય છે. અને તે માટે અગાઉથી બુકિંગ કરવું પડતું હોય છે. રેસ્ટોરન્ટમાં આવતાં ગ્રાહકનું સ્વાગત લોહી નિતરતાં ચાકુ, તલવાર વગેરેથી કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રાહક આગળ વધે એટલે કપાયેલા પંજા કે નકલી લાશો લટકતી જોવા મળે છે. ભોજન દરમિયાન એક હોરર શૉ શરૂ કરવામાં આવે છે. જેમાં વેઈટર મનોરંજન પણ કરે છે સાથે ડરાવે પણ છે. ભોજન પણ એવી રીતે પીરસવામાં આવે છે કે ગ્રાહકની ચીસ નિકળી જાય.

ઉલ્લેખનિય છે કે, આ રેસ્ટોરન્ટમાં મોબાઈલ લઈને જવાની મંજૂરી આપવામાં આવતી નથી.

(આ સમાચારનું નટુ દ્વારા સ્પેશિયલ રિપોર્ટિંગ)

મેહુલ          નમસ્કાર હું છું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યાં છો મને…

નટુ             નમસ્કાર… હું ખાંટુ નટુ… ભૂભૂભૂ…  

મેહુલ          નટીયા શું થયું… કેમ ભૂભૂ પર અટકી ગયો… પાણી પીવું છે..

નટુ             અરે ના… ના… હોરર ન્યૂઝની વાત છે… મને બહુ બીક લાગે છે…

મેહુલ          કોની બીક લાગે છે, ન્યૂઝની કે ભૂતની…

નટુ             ભૂતની જ લાગે ને… ન્યૂઝની શું બિક…

મેહુલ          ઠીક છે નટીયા… હવે સીધો ન્યૂઝ જણાવ..

નટુ             સ્પેનમાં એક એવી રેસ્ટોરન્ટ છે જેમાં ગ્રાહકને ભૂતો અને મૃતદેહોની વચ્ચે ભોજન કરાવવામાં આવે છે. ભોજન પણ એવું પીરસાય છે કે, જોનારની ચીસ નિકળી જાય…

મેહુલ          એની જાતનું… કોઈ જતું જ નહીં હોય આવી રેસ્ટોરન્ટમાં…

નટુ             અરે લોકો બુકિંગ કરાવીને જાય છે. રેસ્ટોરન્ટમાં લોહી નિતરતાં ચાકુથી સ્વાગત કરવામાં આવે છે. જમતી વખતે ભૂતીયો શૉ બતાવાય છે.

મેહુલ          બસ.. નટીયા… રહેવા દે… બહુ બીક લાગે છે… સૂત્રોનું શું કહેવું છે…

નટુ             ભૂતથી ડરતાં સૂત્રો થથરીને કહી રહ્યાં છે કે, રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને ડાઈપર પહેરાવીને જ એન્ટ્રી આપવામાં આવતી હશે…

મેહુલ          નટીયા… કંઈ પણ… ચાલ જવા દે…

નટુ             અરે એક મીનીટ… દાંડીયા બજાર ચાર રસ્તા પાસે ફાયર બ્રિગેડની સામે હરી ઓમ લેબોરેટરી આવેલી છે. સચોટ મેડિકલ ટેસ્ટ ખૂબ જ કિફાયતી ભાવમાં કરી આપવામાં આવે છે.. ચાલો… થેન્ક્યુ વેરી વેરી વેરી…

મેહુલ          મચ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *