- 1956માં ઇંગ્લેન્ડના જિમ લેકરે અને ત્યારબાદ 1999માં ભારતના અનિલ કુંબલેએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
- મુંબઈમાં જન્મેલા એઝાઝ પટેલનો પરિવાર ન્યુઝિલેન્ડમાં સ્થાયી થયો છે.
રંગરમત. ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મુંબઈ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં આજરોજ જવલ્લે જ થતો રેકોર્ડ નોંધાયો હતો. ન્યૂઝિલેન્ડના સ્પિનર એઝાઝ પટેલે ભારતીય ટીમના તમામ બેટર્સને આઉટ કરી દીધા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, એક ઇનિંગમાં વિરોધી ટીમની તમામ 10 વિકેટ લેનારો વિશ્વનો ત્રીજો અને ન્યૂઝિલેન્ડનો પહેલો બોલર બન્યો છે.
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી એક ઇનિંગમાં તમામ 10 વિકેટ્સ લેવાનો રેકોર્ડ અગાઉ ઇંગ્લેન્ડના સ્પિનર જિમ લેકર અને ભારતીય સ્પિનર અનિલ કુંબલેના નામે હતો. આજે આ યાદીમાં ત્રીજા સ્પિનરનો સમાવેશ થયો છે. જુલાઈ 1956 ઓસ્ટ્રેલિયા ખાતેની ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના જીમ લેકર 10 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરી 1999માં પાકિસ્તાન સામેની મેચમાં અનિલ કુંબલેએ 10 વિકેટ ઝડપી રેકોર્ડ બનાવ્યો હતો.
વર્ષ 1988માં એઝાઝ પટેલનો જન્મ મુંબઈ ખાતે થયો હતો. તે 8 વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યૂઝિલેન્ડ સ્થાયી થઈ ગયો હતો. ત્યારથી તે ન્યૂઝિલેન્ડનો નાગરીક છે. આજે એક જ ઇનિંગમાં 10 વિકેટ લેનાર એઝાઝ પટેલ અત્યાર સુધી ન્યૂઝિલેન્ડમાં ત્રણ મેચ રમી ચુક્યો છે. જોકે, ત્રણેય મેચમાં તેને કોઈ વિકેટ મળી નહોતી. ન્યૂઝિલેન્ડ બહાર તેણે અનોખો રેકોર્ડ સર્જ્યો છે.
એઝાઝ પટેલની સામે ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી શૂન્ય રનમાં આઉટ થયા હતાં. પહેલાં દિવસે 4 વિકેટ લેનાર એઝાઝે આજે મેચના બીજા દિવસે બાકીની 6 વિકેટ પણ ખેરવી નાંખી હતી. એઝાઝે કુલ 47.5 ઓવર નાંખી હતી જેમાં 19 મેડન હતી અને કુલ 119 રન આપ્યા હતાં.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg