- ભાજપના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ પુછેલા પ્રશ્નના જવાબમાં અધિકારીએ આપેલી સત્તાવાર વિગતો.
- રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કૂતરાંઓનાં ખસીકરણમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ.
રાજકોટ. શહેરમાં રખડતાં કૂતરાંઓનો અસહ્ય ત્રાસ છે. ત્યારે મહાનગર સેવાસદનના શાસક પક્ષના દંડક દ્વારા પુછવામાં આવેલાં પ્રશ્નના જવાબમાં અધિકારીએ સત્તાવાર વિગતો આપી હતી કે, છેલ્લાં 11 માસમાં 3714 રાજકોટવાસીઓને કૂતરાં કરડ્યાં છે. ગત એક સપ્તાહમાં કૂતરું કરડવાના 200થી વધુ કેસ નોંધાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મહાનગર સેવાસદન દ્વારા રખડતાં કૂતરાંઓના ખસીકરણમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે.
તાજેતરમાં મળેલી જનરલ બોર્ડની મિટીંગમાં ભાજપના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ પ્રશ્ન પુછ્યો હતો કે, રાજકોટમાં રખડતાં કૂતરાં કરવાના કેટલાં બનાવો નોંધાયા છે? જેના જવાબમાં અધિકારીએ વિગતો જણાવી હતી કે, છેલ્લાં 11 મહિનામાં કૂતરું કરડવાના 3714 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લાં સાત દિવસમાં 200થી વધુ કેસો સામે આવ્યા છે. એક તબક્કે મેયર દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, હાઈકોર્ટનો મનાઈ હુકમ હોવાને કારણે કૂતરાં પકડવામાં આવતાં નથી, પરંતુ ખસીકરણ અને વેક્સિનેશન કરવામાં આવે છે.
ત્યારે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જો મહાનગર પાલિકા દ્વારા ખસીકરણ કરવામાં આવી રહ્યું હોય તો પછી રાજકોટ શહેરમાં રખડતાં કૂતરાંઓમાં વધારો શા માટે થાય છે? કોંગ્રેસી નેતાએ આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ મહાનગર સેવાસદનમાં ખસીકરણ કરવામાં મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
અત્રે નોંધનિય છે કે, રખડતાં કૂતરાંઓને મામલે રાજકીય પક્ષો ભલે રાજકારણ રમતાં હોય, પરંતુ, રખડતાં કૂતરાંઓનો ત્રાસ તો સામાન્ય જનતાને જ ભોગવવો પડતો હોય છે. સામાન્ય જનતાને આ ત્રાસમાંથી મુક્તિ ક્યારે મળે છે? આ પ્રશ્નનો ઉકેલ શોધવાની દિશામાં સત્વરે કામગીરી થાય એ ખૂબ જરૂરી છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg