• ઢોર રઝળતાં મુકી લોકો સાથે ઝગડો કરી રોહિત ભયનું વાતાવરણ ફેલાવતો હતો.
  • રોહિત સામે છાણી, ફતેગંજ, સમા વગેરે પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે.

વડોદરા. છાણી વિસ્તારમાં જાહેર માર્ગો પર ઢોરને ભયજનક રીતે રઝળતાં મુકનાર માથાભારે શખ્સને છાણી પોલીસે પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલ્યો છે.

મેયર કેયૂર રોકડીયા દ્વારા શહેરને રખડતાં ઢોરમુક્ત કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પરંતુ શહેરના માર્ગો પર આજેય રખડતાં ઢોર ફરતાં જોવા મળી જતાં હોય છે. મહાનગર સેવાસદન તંત્ર દ્વારા ઢોર પકડવામાં સ્ફૂર્તિ દાખવવામાં આવી રહી નથઈ. ત્યારે પોલીસ તંત્રએ આ મામલે આકરું વલણ અપનાવવાનું શરૂ કર્યું છે.

છાણી વિસ્તારના ગણેશનગરમાં રહેતો 21 વર્ષિય રોહિત રણછોડભાઈ ભરવાડ પોતાના ઢોર રાહદારીઓ માટે ભયજનક બને તે રીતે જાહેર માર્ગ પર રઝળતા મુકતો હતો. તેમજ ઢોર બાબતે લોકો સાથે માથાકૂટ કરી ઝગડો કરતો હતો. તેની સામે છાણી, ફતેગંજ, સમા પોલીસ મથકમાં તેમજ મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા હતાં.

(દર વર્ષે કુંવારી છોકરી સાથે લગ્ન કરતાં રાજા અંગે ખાંટુ નટુનો વિશેષ રિપોર્ટ)

પૂર્વ ઇતિહાસને આધારે માથાભારે રોહિત ભરવાડને પાસા થાય તે માટે છાણી પોલીસે દરખાસ્ત કરી હતી. પોલીસ કમિશનરે દરખાસ્ત મંજૂર કરતાં રોહિતની અટકાયત કરી છઆણી પોલીસે તેને ભાવનગર જેલમાં મોકલી આપ્યો હતો.

માથાભારે શખ્સને પાસા કરાવવામાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એ. કરમુર, સબ ઇન્સ્પેક્ટર એન. એસ. વસાવા, સબ ઇન્સ્પેક્ટર એમ. એસ. પટેલીયા, અ.પો.કો. સંજયસિંહ ઉદેસિંહ, અ.પો.કો. રાજેશભાઈ કરશનભાઈ, અ.લો.ર. મુકેશભાઈ ભોપાભાઈ, અ.લો.ર. સુરેશભાઈ લવજીભાઈ અને અ.લો.ર. ભગીરથસિંહ ભરતસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

Please Subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *