- લખનવ ખાતે વિશ્વ સનાતન સંઘના કમલેશ તિવારીની હત્યા થઈ હતી.
- વિશ્વ સનાતન સંઘના જ ઉપદેશ રાણાને આવ્યા દુબઈ અને પાકિસ્તાનથી ધમકી ભર્યા ફોન.
- સલીમ કાસકરના નામે કરાતાં ફોનમાં ઉડાવી દેવાની ધમકી અપાઈ.
સુરત. વિશ્વ સનાતન સંઘના રાષ્ટ્રીય મહાસચિવ, રાણા યૂથ ઓર્ગેનાઈઝેશન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ એવાં હિંદુ સંગઠનના નેતા ઉપદેશ રાણાને દુબઈ અને પાકિસ્તાનના નંબરથી ધમકી ભર્યા ફોન આવ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ વિશ્વ સનાતન સંઘના જ હિંદુ નેતા કમલેશ તિવારીની લખનવ ખાતે હત્યા કરવામાં આવી હતી. કમલેશ તિવારી હત્યા કેસમાં સુરત કનેક્શન સપાટી પર આવ્યું હતું.
લખનવમાં કમલેશ તિવારીની હત્યા બાદ તેમના જ પક્ષના હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને ફોન પર મારી નાંખવાની ધમકી પ્રાપ્ત થઈ છે. દુબઈ તેમજ પાકિસ્તાનના નંબરથી સલીમ કાસકરના નામે ફોન કરવામાં આવ્યા હતાં. જેને પગલે ઉપદેશ રાણાએ ગોડાદર પોલીસમાં અરજી કરી હતી. ત્યારબાદ ગત તા. 10 ડિસેમ્બરના રોજ અમદાવાદ જઈ નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ધમકી ભર્યા ફોનને મામલે ગોડાદર પોલીસ તેમજ ગુજરાત એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાની વિગતો જાણવા મળે છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg