- કેવડાબાગ પાસે રહેતાં દિનેશ ખોડાભાઈ રબારીને જૂનાગઢ જેલમાં મોકલાયો.
- ઢોરને ભયજનક રીતે જાહેર માર્ગ પર રઝળતા મૂકી, લોકો સાથે ઝગડો કરતો હતો.
વડોદરા. તાજેતરમાં છાણી પોલીસ દ્વારા રસ્તા પર ઢોર રઝળતા મૂકી લોકો સાથે ઝગડા કરતાં એક ઢોર પાલકને પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલ્યો હતો. ત્યારબાદ ગઈકાલે નવાપુરા પોલીસે વધુ એક ઢોર પાલકને પાસા હેઠળ જૂનાગઢ જેલમાં ધકેલ્યો હતો.
રસ્તે રખડતાં ઢોરને કારણે રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. એમાંય માથાભારે ઢોર માલિકો દ્વારા અત્યાર સુધી કોર્પોરેશન તંત્રની ઢોર પાર્ટી જોડે સેટિંગ કરીને ઢોર છોડાવી લેવામાં આવતાં હતાં. તેમજ ઢોર બાબતે અન્ય લોકો સાથે ઝગડા કરવામાં આવતાં હતાં. ત્યારે વડોદરાના માર્ગો રખડતાં ઢોરમુક્ત કરવાની મુહિમ પોલીસ તંત્રએ ઉપાડી લીધી છે.
વડોદરા પોલીસ તંત્રને શહેરમાં માથાભારે શખ્સો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેને પગલે નવાપુરા, કેવડાબાગ પાસે આવેલા રબારીવાસમાં રહેતો 38 વર્ષિય દિનેશ ઉર્ફે દિનો ખોડાભાઈ રબારી પોતાના ઢોર રસ્તા પર ભયજનક રીતે રઝળતા મુકી લોકો સાથે માથાકૂટ કરતો હોવાની જાણકારી નવાપુરા પોલીસને પ્રાપ્ત થઈ હતી.
(વિશ્વનું સૌથી ખુશ પ્રાણી વિશે જણાવે છે ખાંટુ નટું જુઓ વિડીયો)
દિનેશ રબારી સામ અગાઉ નવાપુરા પોલીસ મથક તેમજ રાવપુરા પોલીસ મથકમાં પણ ગુના નોંધાયા હતાં. જેને પગલે ગુનાઈત ઇતિહાસને આધારે નવાપુરા પોલીસે પાસાની દરખાસ્ત કરી હતી. પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંગ દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવતાં નવાપુરા પોલીસે દિનેશ રબારીની અટકાયત કરી તેને જૂનાગઢ જેલમાં મોકલી આપ્યો હતો.
દિનેશ રબારીને જેલમાં ધકેલવાની કામગીરીમાં નવાપુરા પોલીસ મથકના પી.આઈ. જે.કે. મકવાણા, પો.સ.ઈ. એમ. ડી. હડિયા, હે.કો. સુરજભાઈ માણકાભાઈ, હે.કો. વિજયભાઈ કપિલદેવ, હે.કો. જિતેન્દ્ર રમેશભાઈ, પો.કો. વિજયસિંહ શંકરસિંહ, પો.કો., હિતેન્દ્રસિંહ ગણપતસિંહ, એલ.આર.ડી. કલ્પેશભાઈ દત્તારામ અને એલ.આર.ડી. રોનકકુમાર નટુભાઈ દ્વારા સારી કામગીરી બજાવવામાં આવી હતી.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg