• મોડી રાત્રે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક તારણ.
  • ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો.
  • ATMમાં કેટલાં નાણાં બળ્યાં એ વિશે કોઈ જાણકારી હાલ પ્રાપ્ત થતી નથી.

વડોદરા. ગત મોડી રાત્રે ગોત્રી સેવાસી રોડ પર આવેલા SBIનાં ATMમાં આગ લાગી હતી. ગણતરીની પળોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બે ATM બળીને ભસ્મિભૂત થઈ ગયા હતાં.

ગોત્રી સેવાસી રોડ પર SBIનું ATM આવેલું છે. ગઈકાલે રાત્રે દોઢ વાગ્યાના અરસામાં અચાનક ATM કેબિનમાં આગ લાગી હતી. જેને પગલે સાઈરન રણકી ઉઠ્યું હતું. રાત્રીના સમયે સાઈરન વાગતાં સ્થાનિક રહીશો ત્યાં પહોંચ્યા હતાં. ગણતરીની પળોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

બનાવ અંગે માહિતી પ્રાપ્ત થતાં દોડી ગયેલા ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ ઠારવામાં આવી એ પહેલાં કેબિનમાં રહેલાં બે ATM સંપૂર્ણ બળી ગયા હતાં. ATMમાં લાખો રૂપિયાની ચલણી નોટો બળી ગઈ હોવાની સ્થાનિકોમાં ચર્ચા ઉઠવા પામી હતી. જોકે, હાલના તબક્કે કોઈ ચોક્કસ આંકડો પ્રાપ્ત થતો નથી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી જોકે, પ્રાથમિક તારણ અનુસાર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

Please Subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *