- લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલાં પરિવારની કારમાં અચાનક આગ લાગી હતી.
- ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓગવી દેવાઈ એ પહેલાં કાર બળીને ખાખ.
વડોદરા. ગઈકાલે મોડી રાત્રે તરસાલી બાયપાસ બ્રિજ પાસે એક કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. લગ્નપ્રસંગમાંથી પરત ઘરે જઈ રહેલાં માતા – પિતા અને પુત્રનો આબાદ બચાવ થયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવી એ પહેલાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
મકરપુરા ગામના દિવાન ફળિયાના રહેવાસી મોહસીન સલીમ ઘાંચી પત્ની અને પુત્ર સાથે પ્રતાપનગર રેલ્વે કોલોની ખાતે આયોજિત લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતાં. લગ્ન પ્રસંગમાંથી તેઓ મોડી રાત્રે પોતાની કારમાં પરત ઘરે જઈ રહ્યા હતાં. તેમની સાથે કારમાં એક મિત્ર હતો જેને તરસાલી ઉતારવાનો હતો. મિત્રને તરસાલી બાયપાસ પર ઉતાર્યા બાદ મોહસીન ઘાંચીએ કારને સ્ટાર્ટર માર્યું હતું.
(વિશ્વના સૌથી ખુશ પ્રાણી વિશે જાણો. આ વિડીયોમાં)
કારને સ્ટાર્ટર મારતાં જ બૉનેટમાં સ્પાર્ક થયો હતો. સ્પાર્ક થવા સાથે આગ ભભૂકી ઉઠી હતી. બૉનેટમાં આગ નજરે પડતાં જ મોહસીન ઘાંચી પત્ની અને પુત્ર સાથે કારમાંથી ઉતરી ગયા હતાં. જોત જોતામાં આગની જ્વાળાઓએ કારને લપેટમાં લઈ લીધી હતી. જેને પગલે આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતાં.
કારમાં આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેને પગલે દોડી આવેલાં લાશ્કરોએ પેટ્રોલ કારમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ પર ઓલવી હતી. જોકે, આગ ઓલવવામાં આવી એ પહેલાં કાર બળીને ખાખ થઈ જવા પામી હતી.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg