• હાથ – પગના ઉપયોગથી ચાલતાં લોકોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ.
  • તુર્કીના એક ગામમાં રહેતો પરિવાર પિડીયા છે માનસિક બિમારીથી.  

Gajab News. જાનવરની માફક વાંકા વાળીને હાથ – પગથી ચાલતાં પરિવારનો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયો તુર્કીના એક પરિવારનો છે, જે પરિવાર માનસિક બિમારીથી પિડાય છે. અને વૈજ્ઞાનિકો દ્વારા તેઓની સારવાર પણ હાથ ધરવામાં આવી હતી.

તુર્કીના એક ગામમાં રહેતો એકાદ શખ્સ નહીં પરંતુ આખો પરિવાર પોતાના હાથ અને પગ પર વાંકા વળીને ચાલે છે. આ બાબતની જાણકારી વિશ્વને 2005માં થઈ હતી. રેસિટ અને હેટિસ ઉલાસનો આ પરિવાર વર્ષોથી વાંકા વળીને જાનવરની માફક જ ચાલતો હતો. બ્રિટનના વૈજ્ઞાનિકને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતાં. જોકે, બાદમાં તેમણે દાવો કર્યો કે આ પરિવાર યૂનર ટૈન સિંડ્રોમથી પિડાય છે.

(ખાંટુ નટુનો રિપોર્ટ જુઓ વિડીયોમાં)

યૂનર ટૈન સિંડ્રોમમાં વ્યક્તિ ચારગણું હલન ચલન કરવા લાગે છે. જેના કારણે જ તેઓ હલન ચલન માટે હાથ અને પગ બંનેનો ઉપયોગ કરે છે. આ સિંડ્રોમને કારણે વ્યક્તિને નવી વસ્તુ શિખવા સમજવામાં ઘણો સમય લાગે છે. એક રીતે આ સિંડ્રોમને કારણે વ્યક્તિને સીધી સાદી બાબતો સમજવામાં મુશ્કેલીઓ પડે છે.

આ સિડ્રોમથી પિડાતા પરિવારના કેટલાંક સભ્યો થાક્યા વિના જ આવી રીતે લાંબા અંતર સુધી ચાલતાં હતાં. આ બિમારી અંગે અજાણ ગ્રામજનો આ પરિવારની અજુગતી બાબતને મજાકમાં લેતાં હતાં. તેઓને ગાળો ભાંડતા અને પથ્થર પણ મારતાં હતાં. તેને કારણે પરિવારજનો લોકો સાથે હળતાં મળતાં નહોતા. અને સંતાઈને રહેતાં હતાં.  પરંતુ, જ્યારથી લોકોને આ વાતની ખબર પડી ગઈ છે, ત્યારથી તેઓ લોકો સાથે હળી મળી રહ્યાં છે. વૈજ્ઞાનિઓ દ્વારા તેઓની સારવારના પ્રયાસો પણ હાથ ધરાયા છે.

(આ સમાચારનું નટુ દ્વારા સ્પેશિયલ રિપોર્ટિંગ – સ્ક્રિપ્ટ લેખક મેહુલકુમાર વ્યાસ)

મેહુલ          નમસ્કાર હું છું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યાં છો મને…

નટુ             ખાંટુ નટુના ખાટ્ટા મીઠ્ઠી નમસ્કાર

મેહુલ          નટુ તને ખબર છે… કોણ કોણ અમર છે?

નટુ             હા.. અશ્વત્થા, બલીરાજા, હનુમાનદાદા…

મેહુલ          હા… એ સાત જણ તો અમર છે જ… પણ, એક મહિલા પણ અમર છે.. એની ખબર છે..

નટુ             અમર મહિલા? (સ્હેજ વિચારીને) ના એની નથી ખબર… કોણ છે એ…

મેહુલ          આશા… લોકો કહેતા નથી… આશા અમર છે…

નટુ             હા હા… એ તો છે… હવે સમાચાર કહું? હાલ સોશિયલ મિડીયામાં એક વિડીયો વાઈરલ થયો છે જેમાં લોકો જાનવરની માફક હાથ – પગ પર ચાલી રહ્યાં છે.

મેહુલ          કદાચ એમની ઉત્ક્રાંતિ નહીં થઈ હોય…

નટુ             ના… એવું નથી… તુર્કીના એક ગામમાં રહેતો પરિવાર આ રીતે ચાલે છે. વૈજ્ઞાનિકોના મતે આ એક બિમારી છે. યૂનર ટૈન સિંડ્રોમ.

મેહુલ          આ યૂનર ટૈન સિંડ્રોમમાં ખરેખર થાય છે શું…

નટુ             આ સિંડ્રોમને કારણે વ્યક્તિની હલન ચલનની ક્રિયાને અસર પહોંચે છે. અને તેથી જ આ પરિવાર આવી રીતે ચાલે છે. શરૂઆતમાં તો ગામવાળાઓને બિમારીની ખબર નહોતી એટલે લોકો એમને ગમે તેવું બોલતાં… પથ્થર મારતાં…

મેહુલ          અરરર… આ તો બહુ ખરાબ કહેવાય…

નટુ             હા… એ તો છે જ… એટલે જ આ પરિવાર સંતાઈને રહેતો હતો. પણ, વર્ષ 2006 પછી લોકોને બિમારીની જાણ થઈ એટલે હવે પરિવારને હેરાનગતિ નથી કરાતી. અને વૈજ્ઞાનિકો એમની સારવાર પણ કરી રહ્યાં છે.

મેહુલ          ચાલો આ સારું થયું… બિમારીથી છૂટકારો મળી જાય તો સારું… ચાલ નટુ આભાર…

નટુ             થેન્ક્યુ વેરી મચ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *