- વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરનાર મહિલાને બે કલાકમાં ઝડપી પાડતી વલસાડ પોલીસ.
- રસી મુકાવવાના બહાને માતા પાસેથી બાળક ઉઠાવી મહિલા ફરાર થઈ ગઈ.
- સીસીટીવી ફૂટેજમાં બાળકને ઉઠાવી જઈ રહેલી મહિલા નજરે પડી.
વલસાડ. સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલાં ગાયનેક વૉડમાંથી બાળકની ચોરી કરનાર મહિલાને વલસાડ પોલીસે બે કલાકમાં જ ઝડપી પાડી હતી. ધરમપુરના કોમસકુવાની રહેવાસી મહિલા બાળકને લઈ સુરત તરફ જવાના ફિરાકમાં હતી.
સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલાં ગાયનેક વૉડમાં એક માતા પોતાના બાળક સાથે હતી. ત્યારે એક મહિલા ત્યાં આવી હતી અને તેણે રસી મુકાવી આવું એવું જણાવી બાળક ઉઠાવ્યું હતું. થોડીવાર બાદ બાળકને લઈ ગયેલી મહિલા પરત નહીં ફરતાં માતા સહિતના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બાળક ચોરાઈ ગયું હોવાની જાણ થતાં આ અંગે હોસ્પિટલ તંત્રને જાણ કરવામાં આવી હતી.
સુરક્ષાની ડંફાસ હાંકતા સિવિલ હોસ્પિટલ તંત્ર આ બાબત જાણીને અવાક્ થઈ ગઈ હતી. તાત્કાલિક આ અંગ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે હોસ્પિટલના સીસીટીવી ચેક કરતાં બાળકને ઉઠાવીને જનારી મહિલા જોવા મળી હતી. વલસાડ જિલ્લા પોલીસે નાકાબંધી કરીને બાળક ચોરનાર મહિલાને ઝડપી પાડવા કવાયત શરૂ કરી દીધી હતી.
દરમિયાનમાં વલસાડ એસ.ટી. ડેપો પર સુરત જતી બસમાંથી પોલીસે બાળક ચોર મહિલાને ઝડપી પાડી હતી. પ્રાથમિક તબક્કે પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ધરમપુરના કોસમકુવાની રહેવાસી મહિલાના લગ્ન અમદાવાદ ખાતે થયા હતાં. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી આ મહિલા સુરત ખાતે એકલી રહે છે. આ મહિલાને સંતાન થતું ના હોવાથી, તેણે બાળક ચોરીને અંજામ આપ્યો હતો.
એકંદરે, પોતાની શેર માટીની ખોટ પૂરી કરવા કોઈનો ખોળાનો ખુંદનાર ઉઠાવી જનાર મહિલાને પોલીસે ઝડપી પાડી હતી.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg