- ઘોઘંબાની કંપનીમાં થયેલાં ધડાકાનો અવાજ 10 કિમી દૂર સુધી સંભળાયો.
- ધુમાડાના ગોટે ગોટા ઘણે દૂરથી જોઈ શકાયા.
- દુર્ઘટનામાં જાનહાની વધી શકે તેવી શક્યતા.
- ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
હાલોલ. ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં આજે વહેલી સવારે પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નિકળી હતી. એ.સી.માં વપરાતો રેફરન ગેસ બનાવતી GFL કંપનીમાં લાગેલી આગની ઘટનામાં 3 કામદાર મૃત્યુ પામ્યા હતાં. હાલના તબક્કે જાનહાની વધી શકે તેવી શક્યતા છે. ઇજાગ્રસ્તોને સત્વરે હાલોલની ખાનગી અને રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, કંપનીમાં થયેલાં પ્રચંડ ધડાકાનો અવાજ 10 કિમી દૂર સુધી સાંભળી શકાયો હતો. ધુમાડાના ગોટે ગોટા ઘણે દૂરથી જોઈ શકાયા હતાં.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગરમાં આવેલી GFL કંપનીના MPI-1 પ્લાન્ટમાં આજે વહેલી સવારે પ્રચંડ ધડાકાભેર આગ ફાટી નિકળી હતી. જેને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. ધડાકાભેર લાગેલી આગના બનાવમાં મોટી સંખ્યામાં કામદારો ઇજાગ્રસ્ત થયા હતાં.
બનાવને પગલે કંપની આસપાસના રસ્તાઓ પર વાહન વ્યવહાર અટકાવી દેવાયો હતો. જ્યારે હાલોલ, કાલોલ, ગોધા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતાં. હાલના તબક્કે 3 કામદારના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે પંચમહાલ જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક સૂચના આપી હતી.
(જુઓ આગનો વિડીયો)
દુર્ઘટના સમયે હાજર એક કર્મચારીનું કહેવું છે કે, મારી નજર સામે જ પ્રચંડ ધડાકો થયો હતો. જેમાં કેટલાંક લોકો હવામાં ફંગોળાયા હતાં. ખૂબ ડરામણી સ્થિતિ થઈ હતી. 17 જેટલાં લોકોને ઇજા પહોંચી છે. જ્યારે 4 લોકોના મોત નિપજ્યા છે. ધડાકાને પગલે હું એટલો ગભરાઈ ગયો હતો કે, મને 10 મીનીટ સુધી તો કંઈ સમજ નહોતી પડી.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg