- રાજકોટના કુવાડવા રોડ પર આવેલા નવાગામ ખાતે બનેલી નિંદનિય ઘટના.
- દુકાનદારના સગીર પુત્રએ દુષ્કર્મ ગુજાર્યા બાદ મારી નાંખવાની ધમકી આપી.
રાજકોટ. ગુજરાતમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મ કરવાની ઘટનાઓએ માઝા મૂકી છે. અનેક કિસ્સાઓમાં બાળકીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બાળકીઓ પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શખ્સોને તાબડતોબ સજા મળે તેવી દ્રષ્ટાંત બેસે તે રીતે ચુકાદાઓ આવી રહ્યાં છે. પરંતુ, તેમ છતાં બાળકીઓની સુરક્ષા સામે મોટો સવાલ ઉભો થાય તેવા કિસ્સાઓ રોજ સામે આવી રહ્યાં છે.
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર સ્થિત નવાગામ ખાતે રહેતી 8 વર્ષિય બાળકી ઘરની પાસે આવેલી દુકાન પર ડિટરજન્ટ પાવડર લેવા માટે ગઈ હતી. જોકે, તે સમયે દુકાન બંધ હોવાથી નજીકમાં રહેતા દુકાનદારના સગીર પુત્રએ માસૂમ બાળકીને દુકાનમાં બોલાવી લીધી હતી. દુકાનદારના પુત્રએ એકાંતનો લાભ લઈ 8 વર્ષિય બાળકીની સાથે જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ અંગે કોઈને જાણ કરશે તો મારી નાંખવાની ધમકી આપી હતી.
દુષ્કર્મનો ભોગ બનેલી માસૂમ બાળાને દુઃખાવો થઈ રહ્યો હોવાથી તે ગઈકાલે રડી રહી હતી. જેને પગલે માતાએ પુછપરછ કરતાં તેણે સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જેને પગલે પરિવારજનોએ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુકાનદારના સગીર પુત્રને ધરપકડ કરી હતી.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg