- સફળ ટપોરી ડીકોય કરી 10 ટપોરીને પકડી પાડતી શી ટીમ.
- ડિકોય મેગા ડ્રાઈવ હાથ ધરાતાં શી ટીમની મહિલા પોલીસ કર્મીઓએ સાદા વેશમાં ટપોરીઓને ઝડપી પાડ્યા.
વડોદરા. શહેરમાં જાહેર સ્થળો પર મહિલાઓ – યુવતીઓની છેડતી – અશ્લિલ ચેનચાળા કરનારા ટપોરીઓ સામે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેને પગલે સમા, હરણી, વારસીયા અને સયાજીગંજ પોલીસ મથકની શી ટીમે કુલ 6 ટપોરીઓને ઝડપી પાડ્યા હતાં. એકંદરે, મહિલાઓ – યુવતીઓનું સન્માન નહીં જાળવનારા ટપોરી તત્વો પર તવાઈ આવી છે. એકંદરે, યુવતીઓને જોઈ સીટી વગાડવા સહિતની અનુચિત હરકતો કરનાર ટપોરીઓની ‘સીટી’ વગાડી નાંખવા પોલીસ તંત્રની શી ટીમ કાર્યરત થઈ છે.
(આજે ગુજરાતી ન્યૂઝપેપર્સમાં પ્રસિદ્ધ થયેલાં કટાક્ષયુક્ત કાર્ટૂન્સ જુઓ વિડીયોમાં)
પોલીસ કમિશ્નર ડૉ. સમશેરસિંઘ તથા મદદનીશ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાની સુચનાથી મહિલાઓ, બાળકો, સિનીયર સિટીઝનની સુરક્ષા સુનિશ્વિત કરવા તેમજ ઝડપી પ્રતિભાવ માટે વડોદરા શહેર ખાતે શી-ટીમની રચના કરવામાં આવેલ છે.
હાલમાં શહેરમાં મહિલાઓ યુવતીઓ વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને સલામતીને સુનિશ્ચિત કરવા ટપોરી ડિકોયની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવેલ છે. જેમાં શી ટીમ કર્મચારી સાદા પહેરવેશમાં બાગ બગીચા, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, સોસાયટીના ચાર રસ્તાઓ, પાન ગલ્લા જેવી જાહેર જગ્યાઓ પર જઈને ત્યાં મહિલાઓ, યુવતીઓ કે વિદ્યાર્થિનીઓની છેડતી કરતા, પીછો કરતા, અશ્લીલ કોમેન્ટ કરતા, બિભિત્સ ઈશારાઓ કરતા, અશ્લીલ ગીતો વગાડતા, બિભિત્સ ચેનચાળા કરતા અને જાહેરમાં નિર્લજ્જપણે વર્તન કરતા મળી આવેલ ટપોરીઓને પકડી પાડી છે. તેમજ ટપોરીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
- સમા પોલીસની શી ટીમે સફળ ડિકોય કરી 1 ટપોરીને ઝડપી પાડ્યો હતો.
- હરણી પોલીસની શી ટીમે સફળ ડિકોય કરી 2 ટપોરીઓ ઝડપી પાડ્યા હતાં.
- વારસિયા પોલીસની શી ટીમે સફળ ડિકોય કરી 1 ટપોરીને ઝડપી પાડ્યો હતો.
- સયાજીગંજ પોલીસની શી ટીમે સફળ ડિકોય કરી 2 ટપોરી ઝડપી પાડ્યા હતાં.
- આ ઉપરાંત, અન્ય 04 ટપોરી મળી કુલ 10 ટપોરીઓ ઝડપી પાડવામાં આવ્યા હતાં.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે.)
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg