- અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોના તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.
- 20 ડિસેમ્બરને સોમવાર બાદ ત્રણેક દિવસ ઠંડીમા રાહત મળી શકે તેવી હવામાન ખાતાની આગાહી.
ફનરંગ ન્યૂઝ. ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાને પગલે ફૂંકાયેલા પવનને કારણે શનિ અને રવિવારના રોજ ગુજરાતના શહેરોમાં તાપમાનનો પારો 3 ડિગ્રી ઘટી શકે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. જેને પગલે ગુજરાતીઓએ એકસ્ટ્રા રજાઈ – સ્વેટર કાઢી રાખવા જરૂરી બને છે. એકંદરે, યોગ્ય વ્યવસ્થા કરી લેવી અને કાળજી રાખવી જરૂરી છે.
હવામાન ખાતાની આગાહી મુજબ શનિ – રવિવાર મળી આગામી 48 કલાકમાં ગુજરાતમાં તાપમાનનો પારો 3 ડિગ્રી ઘટવાને કારણે ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે સરકી જશે. એટલે કે, હાલ નલીયામાં 5 ડિગ્રી તાપમાન છે એ 2 ડિગ્રીએ પહોંચી જશે. જ્યારે ભુજમાં 8 ડિગ્રીથી 5 ડિગ્રી થઈ જશે. મહેસાણા, પાલનપુર, હિંમતનગરમાં આગામી 48 કલાકમાં તાપમાનનો પારો 6 ડિગ્રીની આસપાસ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં તાપમાનનો પારો 8 ડિગ્રીએ પહોંચી શકે છે. જ્યારે રાજકોટમાં ઠંડીનો પારો 9 ડિગ્રી થઈ શકે છે.
છેલ્લાં બે દિવસોથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી લોકો ઠંડી વધી હોવાનો અનુભવ કરી રહ્યાં છે. એમાં આગામી 48 કલાકમાં વધારો નોંધાશે. હવામાન ખાતાની આગાહી અનુસાર, 48 કલાક જેટલો સમય કોલ્ડ વેવનો અનુભવ કરાવ્યા બાદ તાપમાન તા. 20 ડિસેમ્બરને સોમવાર બાદ ક્રમશઃ રાહત આપશે. જોકે, 25 ડિસેમ્બરથઈ પુનઃ ઉત્તરીય શિત લહેરને પગલે તાપમાન નીચું જાય તેવી શક્યતા છે. આ સમયમાં તાપમાનનો પારો 11 થી 13 ડિગ્રી વચ્ચે રહી શકે છે. જોકે, જાન્યુઆરી માસના પહેલા અઠવાડિયામાં પરિસ્થિતિમાં થોડો બદલાવ આવી શકે છે.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે.)
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg