• ‘હું દીકરી છું, દાનની વસ્તુ નથી’ એમ કહી પિતાને કન્યાદાન કરતાં અટકાવ્યાં.
  • તપસ્યાના મતાનુસાર કન્યાદાનની વિધી દીકરીને પિતાના ઘરમાંથી – સંપત્તિમાંથી બરતરફ કરવાનું ષડયંત્ર.

FunRang News. આજકાલ મધ્ય પ્રદેશમાં યોજાયેલો મહિલા IAS તપસ્યા પરિહારનો લગ્ન સમારોહ ચર્ચામાં છે. કારણકે, તેણે કન્યાદાનની વિધી કરતાં પિતાને અટકાવ્યા હતાં. કન્યાદાનની વિધી કર્યા વિના જ તેણે પ્રભુતાના પગલા માંડ્યા હતાં.

હિન્દુ લગ્ન પ્રસંગની વિધીમાં કન્યાદાનનું આગવું મહત્વ છે. વિષ્ણુરૂપી વરને લક્ષ્મીરૂપી કન્યા અર્પણ કરવાના ભાવ સાથે કન્યાદાનનો વિધી કન્યાના માતા – પિતા સહિતના કુટુંબીજનો કરતાં હોય છે. જોકે, મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના જોબા ગામ ખાતે આયોજિત લગ્નોત્સવમાં કન્યાએ કન્યાદાન કરવાની ના પાડી દીધી હતી.

UPSCની પરીક્ષામાં 23મો રેન્ક પ્રાપ્ત કરનારી IAS તપસ્યા અને IFS અધિકારી ગર્વિત ગંગવારના લગ્ન જોબા ગામ ખાતે યોજાયા હતાં. લગ્ન પ્રસંગની વિધી દરમિયાન કન્યાદાનનો સમય આવ્યો ત્યારે તપસ્યાએ એના પિતાને રોકતાં કહ્યું હતું કે, હું તમારી દીકરી છું, દાનની વસ્તુ નથી. ત્યારબાદ કન્યાદાનની વિધી કર્યા વગર જ લગ્ન સંપન્ન થયા હતાં.

 

IAS તપસ્યાના મતાનુસાર, નાનપણથી જ કન્યાદાનની વિધી અંગે તેને લાગતું હતુ કે, કોઈ દીકરીનું દાન કેવી રીતે કરી શકે? તે પણ તેની ઇચ્છા વગર. તપસ્યાનું માનવું છે કે, વિવાહ સંસ્કાર બે પરિવાર ભેગા મળીને કરતાં હોય છે, ત્યારે ત્યાં ઉંચ નીચની વાત જ ના આવવી જોઈએ. કન્યાદાન જેવી વિધી દીકરીને પિતાના ઘરમાંથી – સંપત્તિમાંથી બરતરફ કરવાનું ષડયંત્ર છે.

(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે.)

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *