- કાવિઠા ગામની ચૂંટણી બાદ મૉડલ એશ્રા પટેલ સહિત 12 લોકો સામે સંખેડા પોલીસ મથકમાં ફરિયાદ.
FunRang News. ગઈકાલે યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીની મતદાન પ્રક્રિયા દરમિયાન કાવિઠા બેઠક પર એક મતદાર નિયમાનુસાર મત આપી શકે તેમ ના હોવાની રજૂઆત કરનાર, અને મત નહીં આપવા દેનાર હરીફ ઉમેદવારના પતિ – પુત્રને જાતીવાચક અપમાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ઉમેદવાર મૉડલ એશ્રા (નિપા) પટેલ સહિતના 12 લોકો સામે સંખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.
મુંબઈમાં મૉડલિંગના વ્યવસ્યાય સાથે સંકળાયેલી એશ્રા (નિપા) પટેલે પોતાના છોટાઉદેપુર સ્થિત વતન કાવિઠા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પિતાને પગલે રાજકારણમાં ઝંપલાવનારી એશ્રા પટેલે ગઈકાલે કાવિઠા ગામની શાળામાં મતદાન કર્યું હતું.
કાવિઠા ગામની મહિલા માટે અનામત એક બેઠક માટે ચાર મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી. રવિવારના રોજ મતદાન દરમિયાન એક મતદારના આધારકાર્ડ અંગે હરીફ મહિલા ઉમેદવારના પતિને શંકા ગઈ હતી. તેણે ચૂંટણી અધિકારીને રજૂઆત કર્યા બાદ તે મતદારને મત આપવા દેવામાં આવ્યો નહોતો.
(આજે ગુજરાત સમાચાર – ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન જોયા કે નહીં?)
મતદારને મત નહીં આપવાના મામલે મતદાન મથકની બહાર ઉભેલાં મૉડલ એશ્રા નરહરીભાઈ પટેલ, નરહરીભાઈ ભગવાનભાઈ પટેલ, રૂપેશભાઈ ગોવિંદભાઈ પટેલ, વિપુલભાઈ જશભાઈ પટેલ, સચિનભાઈ અનિલભાઈ પટેલ, કૃષ્ણકાંતભાઈ લક્ષ્મણભાઈ પટેલ, મીનાક્ષીબહેન નરહરીભાઈ પટેલ, શૈલેષ મોહનભાઈ પટેલ, મહેશભાઈ જેસિંહભાઈ રબારી, સુભાષભાઈ ઉદેસિંહ ચૌહાણ અને સરદારસિંહ ફતેસિંહ સોલંકીએ હરીફ ઉમેદવારના પતિ અને પુત્રને જાતિવાચક શબ્દો ઉચ્ચારીને અપમાન કર્યું હતું. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી ઉચ્ચારી હતી.
જેને પગલે હરીફ ઉમેદવારના પતિએ સંખેડા પોલીસ મથકમાં મૉડલ, તેના માતા – પિતા સહિતના 12 શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે.)
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg