- વાઘોડીયા રોડ પર રહેતો પ્રભુનાથ મિશ્રાએ રહેઠાણ બદલી નાંખ્યું હોવાથી ડેકોઈનું આયોજન કરાયું.
FunRang News. વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતો પ્રભુનાથ મિશ્રા મહિલાને મેસેજ કરીને પજવતો હોવા અંગેની ફરિયાદને પગલે પાણીગેટ પોલીસ મથકની SHE ટીમે છટકું ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રભુનાથે રહેઠાણ બદલી નાંખ્યું હોવાથી તેને ઝડપી પાડવા ડેકોઈનું આયોજન કરાયું હતું.
શહેરમાં અવાવરૂ જગ્યાઓ પર મહિલાઓ, યુવતીઓ વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. વડોદરા પોલીસ તંત્રની SHE ટીમ દ્વારા ડેકોઈનું આયોજન કરી મહિલાઓની છેડતી – હેરાનગતિ કરતાં ટપોરીઓને પકડવામાં આવી રહ્યાં છે.
પ્રભુનાથ રામકુમાર મિશ્રા દ્વારા એક મહિલાના મોબાઈલ પર મેસેજ કરીને હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકને મળી હતી. જોકે, પ્રભુનાથ ક્યાં રહે છે એ અંગે ચોક્કસ જાણકારી ના હોવાથી પાણીગેટ પોલીસની SHE ટીમે રોમીયોને ઝડપી પાડવા માટે ડેકોઈનું આયોજન કરી છટકું ગોઠવ્યું હતું.
SHE ટીમના નોડલ અધિકારી વુમન પો.સ.ઇ. બી. ડી. વસાવા તથા SHE ટીમના કર્માચારીઓએ છટકુ ગોઠવી પ્રભુનાથ રામકુમાર મિશ્રા (રહે. શ્રી સ્વામીનારાયણ નિકેતન સોસાયટી, એલ. એન્ડ ટી. નૉલેજ સિટી પાસે, માધવપુરા, વાઘોડીયા રોડ, વડોદરા)ને આબાદ રીતે ઝડપી લીધો હતો. તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
મહિલાની હેરાનગતિ કરતા આરોપીને ઝડપી પાડવામાં પોલીસ ઇન્સ્પેકટર કે.પી.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર એફ.આર.રાઠવા, પો.સ.ઇ. બી.ડી. વસાવા, હે.કો. ગનુભાઇ, હે.કો. શૈલેન્દ્રસિંહ, વુ.હે.કો. દેવીકાબહેન, પો.કો. વિરભદ્રસિંહ, વુ.પો.કો. ભાવીશાબહેન, વુ.પો.કો. જલ્પાબહેન. વુ.પો.કો. હસુમતીબહેન દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg