- વડાપ્રધાન મોદીના નામે મળેલી સફળતા નેતાઓના માથે ચઢી ગઈ છે.
- વડોદરાની પ્રજાએ અંગ્રેજોની માનસકિતા ધરાવનારને મત આપ્યો?
FunRang News. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય કર્મચારીઓની સાથે બેસીને એક નવો દાખલો બેસાડે છે ત્યારે બીજી તરફ, વડાપ્રધાન મોદીના નામે જ સત્તાનો સ્વાદ ચાખી રહેલાં અનેક ભાજપી નેતાઓ મફતમાં મળેલી સફળતા પચાવી શક્યા નથી. વડોદરા મહાનગર સેવાસદન કચેરીની લોબીમાં 56ની છાતી કાઢીને ફરતાં એક અલ્પમતી પદાધિકારીએ પટાવાળા જાણે એમણે ખરીદેલો ગુલામ હોય એવું વર્તન કરતાં આ મુદ્દે ચર્ચા ઉઠવા પામી છે.
તાજેતરમાં અલ્પમતિ સત્તાધારી નેતા 56ની છાતી કાઢતાં પોતાની ઓફિસ પર પહોંચ્યા હતાં. ઓફિસની પાસે પટાવાળો ઉભો હતો. પટાવાળાને ખબર નહીં હોય કે પદાધિકારીની પધરામણી થઈ રહી છે તેથી એણે ઓફિસ ખોલી નહોતી. એ તો ઠીક, પદાધિકારીને આવતાં જોવા છતાં તેણે ઓફિસ ખોલી નહી. પટાવાળાએ ઓફિસ ખોલી ના હોવાથી પ્રેસ્ટિજમાં પંક્ચર પડ્યું હોવાની લાગણી અનુભવનારા ભાજપના પદાધિકારી છંછેડાઈ ગયા હતાં.
છંછેડાઈ ગયેલા પદાધિકારીએ ત્રાડ પાડીને પટાવાળાને કહ્યું કે, ખબર નથી પડતી, હું આવું ત્યારે દરવાજો કેમ ખોલતો નથી? હું આવું ત્યારે તારે દરવાજો ખોલી નાંખવાનો, ઉભા નહીં રહેવાનું.
(રાજકારણીઓ પર કરાયેલા કટાક્ષનો વિડીયો જુઓ)
વર્ષોથી કોર્પોરેશનમાં ફરજ બજાવતાં અને જાત જાતના જનપ્રતિનિધીઓના નખરાં જોઈ ચૂકેલો પટાવાળો, ભાજપી પદાધિકારીની વર્તૂણુંકથી ડઘાઈ ગયો હતો. જોકે, સત્તા આગળ શાણપણ કરવાનું પટાવાળાએ મુનાસીબ ના સમજ્યું. જોકે, આ ઘટના જોનારાઓએ મનોમન અંગ્રેજોની ગુલામીને યાદ કરી લીધી હતી. સત્તાનો આવો દુરુપયોગ કરવો કેટલો વ્યાજબી? સત્તાના મદમાં ઓફિસનો દરવાજો જાતે નથી ખોલી શકતાં, એ શહેરીજનોની સમસ્યાઓ અંગે કેટલું વિચારતા હશે? આવા વિવિધ પ્રશ્નો હાજર લોકોમાં ચર્ચાયા હતાં.
અત્રે એમ કહી શકાય કે, હવે ઇવીએમ મશીન પર લીંબુ – મરચાં લટકાવીને મતદારોના પવિત્ર અને કિંમતી મતની નજર ઉતારવી જોઈએ. કંઈ નહીં તો અંગ્રેજોની માનસિકતા ધરાવતાં રાજકારણીઓ પવિત્ર અને કિંમતી વોટ મેળવીને લોકોને ગુલામ સમજતાં તો બંધ થાય.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg