- ➡ નાઈટ ટૂર્નામેન્ટનું આયોજન તો કર્યું, પાછું જાતે જ સોશિયલ મિડીયા પર વિડીયો અપલોડ કર્યો.
- ➡ ભુપેન્દ્ર પટેલ સરકાર થાય તે કરી લે? એવો મેસેજ પૂર્વ મંત્રીએ વહેતો કર્યો.
- ➡ એક તરફ રાજ્યના 8 મહાનગરોમાં પોલીસ તંત્ર નાઈટ કર્ફ્યુનું ચુસ્ત પાલન કરાવે છે ત્યારે સૌરભ પટેલની આ હરકત કેટલી વ્યાજબી?.
FunRang News. વડોદરામાં શિવજી કી સવારીમાં મોટી જનમેદની એકઠી થયા બાદ કોરોના સંક્રમણના કેસો વધતાં આયોજક ધારાસભ્ય યોગેશ પટેલે તેના માટે ભગવાનને જવાબદાર ગણાવ્યા હતાં. જોકે, પોલીસ તંત્ર કે રાજ્ય સરકાર દ્વારા આ મામલે કંઈ કરતાં કંઈ જ કર્યું નહોતું. હવે જ્યારે કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજે રોજ જનતાને ચેતવા અંગે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા જણાવી રહ્યા છે ત્યારે ભાજપી અગ્રણીઓ જ જનમેદની એકઠી કરીને ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
પૂર્વ ઉર્જામંત્રી અને હાલ બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલને હાલ સરકારની કોર ટીમમાંથી કોરાણે મૂકી દેવાયા છે. ત્યારે તેમણે જાણે ભુપેન્દ્ર પટેલ સરકારને કંઈક બતાવી દેવાનો મનસૂબો રાખ્યો હોય તેવું કૃત્ય તેમણે કર્યું છે. જોકે, રાજકીય દાવપેચને પગલે જો કોરોના વકર્યો તો એમાં ભોગ તો સામાન્ય નાગરીકોનો જ લેવાશે.
સૌરભ પટેલે નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતાં. અને આ ટૂર્નામેન્ટની મેચ નિહાળવા એકઠાં થયેલાં હજારો લોકોનો વિડીયો ખુદ સૌરભ પટેલે જ સોશિયલ મિડીયામાં અપલોડ કર્યો હતો. ધારાસભ્ય સૌરભ પટેલના બેજવાબદારીપૂર્ણ વર્તનની ચોતરફ આકરી ટીકા થઈ રહી છે.
બે દિવસ અગાઉ સુરત ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિવાળા કાર્યક્રમમાં પણ ટોળાં એકઠાં કરાયા હતાં. જોકે, આ મામલે સરકારી તંત્ર કંઈ કરવા સમર્થ નથી. જોકે, સુરતના ડુમ્મસ ખાતે યોજાયેલી ક્રિસમસ પાર્ટીના વિડીયો વાઈરલ થતાં પોલીસ તંત્રએ આયોજકો સામે ગુનો નોંધીને શૂરાતન દાખવ્યું હતું.
એકંદરે, ભાજપના સત્તાધારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનની વાત નથી માનતાં ત્યારે પ્રજાજનોએ પોતાની સુરક્ષા માટે આવા કાર્યક્રમોથી અંતર જાળવવું જરૂરી બને છે. નહીંતર બીજી લહેરની માફક જ ત્રીજી લહેરમાં સ્વજનો અથવા તો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. ભાજપી રાજકારણીઓ ભલે વડાપ્રધાનની વાત સિરીયસલી ના લેતાં હોય, પ્રજાજનોએ તો વડાપ્રધાનની વાતો માનીને સુરક્ષા માટે આત્મનિર્ભર થવું જરૂરી બને છે.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની લિન્ક પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે.)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg