- ➡ અપના બજાર અને શિવકૃપા ઇન્ડેન ગેસ એજન્સીના સિલિન્ડરમાંથી ગેસ ચોરી.
- ➡ કિશનવાડીના અવાવરૂ મકાનમાં સીલ તોડી કરવામાં આવતી હતી ગેસ ચોરી.
- ➡ 6,15,962 રૂપિયાના મુદ્દામાલ સાથે છ શખ્સો ઝડપાયાં.
- ➡ અગાઉ ગેસ ચોરીમાં ઝડપાયેલાં નિલેશ ઉર્ફે ગપુડી કહારે ફરી ચોરી શરૂ કરી હતી.
FunRang News. અગાઉ ઘરેલું અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાંથી ગેસ ચોરીમાં ઝડપાયેલાં શખ્સ સહિતના છ શખ્સોને ગેસ ચોરી કરતાં પી.સી.બી. (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતાં. કિશનવાડીના અવાવરૂ મકાનમાં અપના બજાર અને શિવકૃપા ઇન્ડેન ગેસ એજન્સીના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરતાં શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પી.સી.બી. પી.આઈ. જે. જે. પટેલને બાતમી મળી હતી કે કિશનવાડી પારસ સોસાયટી પાસે આવેલ મથુરાનગર મહોલ્લામાં રહેતો 34 વર્ષિય નિલેશ ઉર્ફે ગપુડી હરીદાસ કહાર એલપીજી સિલિન્ડરનાં ડિલીવરી બોય તરીકે કામ કરે છે. ઇન્ડેન કંપનીના ઘરેલું અને કોમર્શિયલ એલ.પી.જી. સિલિન્ડર ગોડાઉનમાંથી ગ્રાહકને ત્યાં ડિલીવરી કરવાને બદલે ગપુડી તેના સાગરીતો સાથે મળીને ગેસની ચોરી કરી રહ્યો છે.
આજરોજ ગપુડી સહિતની ટોળકી કિશનવાડી વિસ્તારમાં આવેલાં એક ખંડેર જેવા અવાવરૂ મકાનમાં ગેસ ચોરી કરી રહ્યા હતાં ત્યારે જ પીસીબીની ટીમ ત્રાટકી હતી. ગેસ ચોર ટોળકી દ્વારા અપના બજાર અને શિવકૃપા ઇન્ડેન ગેસ એજન્સીના સિલિન્ડરના સીલ તોડીને પાઈપ દ્વારા ખાલી સિલિન્ડરમાં ભરી દેવામાં આવતો હતો. સિલિન્ડરમાંથી ગેસની ચોરી કર્યા બાદ સીલ મારીને તે ગ્રાહકને પહોંચાડવામાં આવતો હતો. ચોરીના ગેસથી ભરેલાં સિલિન્ડરને બ્લેકમાં વેચીને રૂપિયા મેળવી, સમગ્ર ગેન્ગ નાણાંની વ્હેચણી કરી લેતી હતી.
પીસીબી ટીમે નિલેશ ઉર્ફે ગપુડી હરીદાસ કહાર ઉપરાંત રાજેન્દ્ર ઉર્ફે રાકેશ રમણભાઈ માછી (રહે. ગાયત્રીનગર, પરાગરાજ સોસાયટી સામે, હરણી વારસીયા રિંગ રોડ, વડોદરા) અનિલ ઉર્ફે ભોલો કાળુભાઈ વસાવા (રહે. રાજરતનની પોળ, કિશનવાડી, વડોદરા) દિપકભાઈ હિંમતભાઈ બાવીસકર (રહે. રહે. છ 55 કિશનવાડી, ઝંડાચોક, વડોદરા) સતિષ વિક્રમ સાળુંકે (રહે. કિશનવાડી, ઝંડાચોક, વડોદરા) અને જયદિપસિંહ ફતેસિંહ પુવાર (રહે. બળીયાદેવ નગર, ઝવેરનગર, વઘોડીયા રોડ, વડોદરા)ને ઝડપી પાડ્યા હતાં.
પીસીબીએ આરોપીઓ પાસેથી ભરેલી, અડધી ભરેલી અને ખાલી ઘરેલું અને કોમર્શિયલ ગેસના 99 સિલિન્ડર, વજન કાંટો, ગેસ રિફિલિંગ પાઈપ, બે ટેમ્પા વગેરે મળી કુલ 6,15,962 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એલપીજી ગેસની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડવામાં પી.આઈ. જે. જે. પટેલ, પો.સ.ઈ. એમ.જી. કરડાણી, એ.એસ.આઈ. સંતોષ લક્ષ્મણરાવ, અ.હે.કો. રાજેન્દ્રસિંહ ભીમસિંહ, અ.હે.કો. દેવેન્દ્ર ચંદ્રકાંત, અ.હે.કો. કાળુભાઈ ખાટાભાઈ, અ.હે.કો. દિપેશસિંઘ નરેશસિંઘ, અ.પો.કો. ગવરાજસિંહ મદનસિંહ, અ.પો.કો. કનુભાઈ શંકરભાઈ, અ.પો.કો. કમલેશ બાળાસાહેબ, અ.પો.કો. નરેન્દ્રસિંહ કેશરીસિંહ, અ.પો.કો. રોનકકુમાર દિનેશભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg