- ➡ રાજસ્થાનની સંગીતકલા, સ્થાપત્ય અને સંસ્કૃતિને ઉજાગર કરતું પેઇન્ટિંગ બનાવ્યું.
- ➡ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું.
FunRang News. વડોદરા શહેરના જાણીતા કલાકાર રાજેન્દ્ર પી. દિંડોરકરનું તાજેતરમાં રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે યોજાયેલા ત્રિ – દિવસીય આંતરરાષ્ટ્રીય આર્ટ કેમ્પ અને વર્કશોપમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેમની ઉત્કૃષ્ટ પેઇન્ટિંગને પ્રશંસા પ્રાપ્ત થઈ હતી.
રાજેન્દ્ર પી. દિંડોરકરે જણાવ્યું હતું કે, “કલા કુટુમ્બ ફાઉન્ડેશન, અજમેર” દ્વારા ચિત્તોડગઢ, રાજસ્થાન ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય આર્ટ કેમ્પ અને વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું.. જેમાં રતન કુમાર સ્વામી (ADM, ચિત્તોડગઢ) અને અન્ય મહેમાનો દ્વારા “કળામાં યોગદાન” બદલ મારું શાલ ઓઢાડી, પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
(Photo gallery)
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ત્રણ દિવસીય વર્કશોપ દરમિયાન રાજસ્થાનનો વારસો, સંગીતકલા, સ્થાપત્ય અને સંસ્કૃતિને ઉજાગર કરતું પેઇન્ટિંગ બનાવ્યું. જેમાં રાજસ્થાની પહેરવેશ સાથેનો એકતારો વગાડતો કલાકાર એની લોકસંગીત સાથે ની કલા દર્શાવતો ચિત્રિત કરવામાં આવેલ છે.. જેમાં તેની પાછળના ભાગમાં રાજસ્થાનનો સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો તરીકે કિલ્લા પર સ્થિત વિજયસ્તંભને (tower of victory) કંડારવામાં આવેલ છે..!! આ પેઇન્ટિંગ એક્રેલિક કલર થી 24″x 30″ ના માપના કેનવાસ બોર્ડ ઉપર કરવામાં આવેલ છે..!!
રાજેન્દ્ર પી. દિંડોરકરે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી શહેર અને રાજ્યનું નામ રોશન કર્યું છે.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg