- ➡ કૉંગ્રેસના હેડ ક્વાર્ટરમાં તા. 28 ડિસેમ્બરે સર્જાયેલી ઘટના.
- ➡ કૉંગ્રેસ પાર્ટીના 137માં સ્થાપના દિવસની ઉજવણીમાં ફિયાસ્કો.
FunRang News. કૉંગ્રેસ પાર્ટીનાં 137માં સ્થાપના દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. આજે સવારે દિલ્હી સ્થિત પાર્ટીના હેડક્વાર્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પહોંચ્યા હતાં.
કૉંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં સોનિયા ગાંધી પાર્ટીનો ધ્વજ ફરકાવવા ગયા હતાં. જોકે, ધ્વજારોહણ કરવા માટે સોનિયા ગાંધીએ દોરી ખેંચી તો ધ્વજ જ એમના હાથમાં આવી પડ્યો હતો. બનાવને પગલે હાજર લોકો ચોંકી ઉઠ્યા હતાં. ત્યારબાદ એક મહિલા કાર્યકર દોડીને સોનિયા ગાંધી પાસે પહોંચી હતી.
આવી ઘટના બનવાં છતાં પણ સ્હેજેય વિચલીત થયાં વિના સોનિયા ગાંધીએ શાંતિ જાળવી હતી અને આખરે હાથથી જ પક્ષનો ધ્વજ લહેરાવીને કાર્યક્રમ આગળ વધાર્યો હતો. કાર્યકરોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, આપણી વિરાસત ગંગા – જમના સંસ્કૃતિને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દેશનો સામાન્ય નાગરીક સુરક્ષા અનુભવતો નથી. લોકતંત્ર અને સંવિધાનને દરકિનાર કરવામાં આવી રહ્યું છે, આવા સમયમાં કૉંગ્રેસ ચુપ નહીં રહી શકે.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg