•  ➡ મહારાષ્ટ્ર તરફથી આવતી શંકાસ્પદ લક્ઝરી કારને રોકવા જતા ચાલક ભાગી છૂટ્યો.
  •  ➡ ડેડીયાપાડા નજીકથી ફિલ્મી ઢબે પોલીસે કારને રોકી
  •  ➡ કારમાં તપાસ કરતા કારની ડીકી માંથી વાઘ જેવા વન્ય પ્રાણીનું ચામડું મળી આવ્યું
  •  ➡ વન વિભાગનું કામ સાગબારા પોલીસે કરતા સાગબારા વન વિભાગ ઊંઘતુ ઝડપાયું છે

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાની સાગબારા પોલીસે વન્ય પ્રાણીના ચામડાની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે.મહારાષ્ટ્ર તરફથી આવી રહેલી લકઝરી કાર માંથી એક ઇસમને વાઘ જેવા વન્ય પ્રાણીનું ચામડા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે વન વિભાગનું કામ પોલીસે કરતા સાગબારા વન વિભાગ ઊંઘતુ ઝડપાયું છે.

નર્મદા જિલ્લાના સાગબારા નજીકની મહારાષ્ટ્ર બોર્ડર પર ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવા સાગબારા પોલીસ ધનસેરા ચેક પોસ્ટ પાસે વોચ રાખી વાહન ચેકીંગ કરી રહ્યા હતા.સાગબારા પી.એસ.આઈ કે.એલ.ગલચળ સહિત પોલીસ ટિમની વોચ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવતી એમએચ 19 સીવી 3112 નંબરની ટાટા હેરિયર શંકાસ્પદ જણાતા પોલીસે એને રોકવાની કોશિસ કરી હતી ત્યારે ચાલક  ડેડીયાપાડા તરફ ભાગવા લાગ્યો હતો.સાગબારા પોલીસ ટીમે ફિલ્મી ઢબે એનો પીંછો કરી કારની પકડી પાડી હતી.

પોલીસને કારની ડીકીમાંથી વાઘ જેવા વન્ય પ્રાણીનું સૂકું ચામડું મળી આવ્યું હતું.પોલિસ પૂછપરછમાં મહારાષ્ટ્ર ધૂલીયાના 34 વર્ષીય કિશોર ભટ્ટ આહીરને 15 લાખ રૂપિયાની લકઝરી કાર, 10,000 રૂપિયાના 2 નંગ મોબાઈલ અને 47,485 રૂપિયા રોકડા મળી કુલ 15,57,485 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાઘનું ચામડું તાંત્રિક વિધિ માટે ભાડે આપતો હતો???
સાગબારા પોલીસે મહારાષ્ટ્રના એક ઈશમને વાઘ જેવા વન્યપ્રાણીના ચામડા સાથે ઝડપી પાડ્યો છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ વ્યક્તિ વાઘનું ચામડું દેવમોગરા ખાતે લાવી રહ્યો હતો.સાથે સાથે જેમ આંધળી ચાકણનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે થાય છે એવી રીતે આ વાઘના ચામડાનો ઉપયોગ પણ તાંત્રિક વિધિ માટે થવાનો હતો અને વાઘનું ચામડું વિધી માટે ભાડે આપતો હોવાનું જાણવા મળ્યું છે.

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *