- ➡ આંધ્રપ્રદેશના ભાજપા અધ્યક્ષ સોમુ વીરરાજુએ કર્યો વાણી વિલાસ.
- ➡ રાજ્યમાં 1 કરોડ લોકો દારૂનું સેવન કરે છે, તો 2024ની ચૂંટણીમાં 1 કરોડ વોટ ભાજપને મળે એવી સોમુ વીરરાજુની મહેચ્છા.
- ➡ આવકમાં વધારો થશે તો સારી ક્વૉલિટીનાં દારૂના ક્વાર્ટરીયાં રૂ. 50માં આપવામાં આવશે – વીરરાજુ
- ➡ ગુજરાતી ઓ એ બહુ હરખાવું નહિ !
FunRang News. ‘સત્તા સામે શાણપણ ના કરાય’ આ ઉક્તિની સામેની એવું કહી શકાય કે, ‘સત્તા હોય એની પાસે શાણપણની આશા ના રખાય’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે સત્તાનો સ્વાદ ચાખીને મદમસ્ત થઈ રહેલાં સંખ્યાબંધ ભાજપી અગ્રણીઓ છાશવારે વાણી વિલાસ કરી લેતાં હોય છે. એવો જ વાણી વિલાસ આંધ્રપ્રદેશના ભાજપા અધ્યક્ષ સોમુ વીરરાજુએ મંગળવારે એક જાહેરસભામાં કર્યો હતો.
આંધ્રપ્રદેશમાં ભાજપા સત્તા મેળવી શકી નથી. જોકે, સત્તા મેળવવા હવાતિયાં મારતાં ભાજપાના અધ્યક્ષ સોમુએ તા. 28 ડિસેમ્બરને મંગળવારના રોજ વિજયવાડા ખાતે યોજાયેલી જાહેરસભામાં જણાવ્યું હતું કે, રાજ્યમાં એક કરોડ જેટલાં લોકો દારૂનું સેવન કરે છે, અને મારી ઇચ્છા છે કે, 2024ની ચુંટણીમાં આ એક કરોડ લોકો ભાજપને વોટ આપે.
Cast one crore votes to Bharatiya Janata Party…we will provide liquor for just Rs 70. If we have more revenue left, then, will provide liquor for just Rs 50: Andhra Pradesh BJP president Somu Veerraju in Vijayawada yesterday pic.twitter.com/U9F1V8vly7
— ANI (@ANI) December 29, 2021
સોમુએ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, રાજ્યમાં નકલી બ્રાન્ડનો દારૂ ઉંચી કિંમતે વેચવામાં આવી રહ્યો છે. જાણીતી અને લોકપ્રિય બાન્ડનો દારૂ તો મળતો જ નથી. રાજ્યમાં દારૂ પીનારા લોકો મહિને 12 હજાર રૂપિયા ખર્ચે છે. શાસક પક્ષના નેતાઓ દારૂની ફેક્ટરીઓ ધરાવે છે, અને એ લોકો સરકારને સસ્તો દારૂ સપ્લાય કરે છે. જોકે, સરકાર દારૂના ક્વાર્ટર રૂ. 200થી વધું કિંમતમાં વેચી રહી છે.
ભાજપા અધ્યક્ષે વચન આપતાં જણાવ્યું હતું કે, જો 2024માં આંધ્રપ્રદેશમાં ભાજપ સત્તા પર આવશે તો ક્વૉલિટીવાળા ક્વાર્ટરીયાં પ્રતિ બોટલ માત્ર 70 રૂપિયામાં મળશે. અને જો અમારી આવકમાં વધારો થશે તો, દારૂના ક્વાર્ટર માત્ર 50 રૂપિયામાં વેચીશું.
દારૂના ક્વાર્ટર ઉપરાંત સોમુ વીરરાજુએ મફત શિક્ષણ અને મફત આરોગ્ય યોજનાઓ પુરી પાડવાનું પણ વચન આપ્યું હતું.
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg