- ➡ બોટાદ તાલુકામાં બનેલી ગેન્ગ રેપની ઘટનાથી ભારે ચકચાર મચી.
- ➡ દારૂ પીવાની લત ધરાવતી યુવતીએ ફોન કરી દારૂ માંગ્યો, અને યુવાને વાડી પર બોલાવી.
- ➡ તા. 9 થી 26 ડિસેમ્બર સુધી વાડીમાં યુવતીને ગોંધી રાખી ત્રણ યુવાનોએ દુષ્કર્મ આચર્યું.
Mehulkumar Vyas. બોટાદ દારૂ પીવાની લત ધરાવતી યુવતી પર ઓળખીતા યુવક સહિતની ત્રિપુટીએ 18 દિવસ સુધી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. દારૂનો નશો કરાવી સામૂહિક બળાત્કાર ગુજારનાર શખ્સો સામે યુવતીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.
બોટાદના બુબાવાવ ગામમાં રહેતી 20 વર્ષિય યુવતીને દારૂની લત લાગી ગઈ હતી. ગત તા. 9મી ડિસેમ્બરના રોજ દારૂ પીવાની તાલાવેલી લાગતાં યુવતીએ અળવ ગામમાં રહેતાં પરિચિત યુવક ઇન્દ્રજીત ખાચરને ફોન કર્યો હતો. યુવતીએ તેની પાસે દારૂની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જેના જવાબમાં ઇન્દ્રજીતે કહ્યું કે, દારૂ પીવો હોય તો મારી વાડીએ આવી જજે.
દારૂનો નશો કરવાની લ્હાયમાં યુવતી અળવ ગામ ખાતે આવેલી વાડીએ પહોંચી હતી. તે સમયે વાડીમાં ઇન્દ્રજીત ઉપરાંત સત્યજીત બાબભાઈ ખાચર અને જયવીર જગુભાઈ ખાચર ત્યાં ઉપસ્થિત હતાં. ત્રણેય શખ્સોએ વાડીમાં યુવતીને દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ નશામાં આવી ગયેલી યુવતી પર ત્રિપુટીએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
તા. 9 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી યુવતીને વાડીની એક ઓરડીમાં ગોંધી રાખી હતી. તેમજ યુવતીને માર મારીને, તેના પરિવારજનોને મારી નાંખવાની ધમકી આપીને અને દારૂનો નશો કરાવીને 18 દિવસ સુધી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
યુવતીએ કરેલાં આક્ષેપને આધારે પોલીસે ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડક કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે યુવતીને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg