#CyberChor,CyberCrime,Vadodara,Gujarat,Samachar,News,Latest,Live

#CyberChor

  • SMS મોકલી પાર્ટ ટાઈમ કરવાની ઓફર આપી મિરલ નાયકના સંપર્કમાં આવ્યા.
  • ફ્લીપકાર્ટ મૉલ મલ્ટીનેશન કંપનીમાં ઇન્વેસ્ટ કરવાના નામે રૂ. 2,96,300 ટ્રાન્સફર કરાવ્યા.
  • ઇન્વેસ્ટ કરાવેલા નાણાં કે કોમિશન નહીં આપી યુવક સાથે ઈ-ઠગાઈ કરવામાં આવી હતી.

Mehulkumar Vyas. વડોદરા.

શહેરના સનફાર્મા રોડ પર રહેતાં યુવકને ફ્લીપકાર્ટ મૉલ મલ્ટીનેશનલ કંપનીમાં નાણાં ઇન્વેસ્ટ કરવાના નામે ઓનલાઈન મની ટ્રાન્સફર કરાવી ઇ-ઠગાઈ (ઓનલાઈન ઠગાઈ) કરનાર ભાવનગરના બે ભેજાબાજોને વડોદરા સાઈબર ક્રાઈમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતાં. આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અટલાદરા, સનફાર્મા રોડ પર આવેલા કૈલાશ શિખર રેસિડન્સીમાં રહેતાં 35 વર્ષિય મિરલ ભુપેન્દ્ર નાયકને VK-SECRRE તરફથી પાર્ટટાઈમ કામ કરવા અંગેનો SMS મળ્યો હતો. મેસેજના આધારે મિરલે સંપર્ક કરતાં તેને ફ્લીપકાર્ટ મૉલ મલ્ટીનેશનલ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાની સ્કિમ જણાવવામાં આવી હતી. www.mail669.com તેમજ ટેલીગ્રામ એપ્લિકેશનની લીંક મોકલીને રજીસ્ટ્રેશન કરાવવા કહેવામાં આવ્યું હતું.

મિરલ નાયકે રજીસ્ટ્રેશન કરાવતાં તેને યુઝર આઈ.ડી. તથા પાસવર્ડ બનાવી આપવા સાથે સ્કિમ સમજાવવામાં આવી હતી. અને ત્યારબાદ ઇન્વિટેશન કૉડ આપીને તેના એક્સિસ બેન્કના ખાતામાંથી ટુકડે ટુકડે 1,48,000 તેમજ payTM એકાઉન્ટમાંથી રૂ. 1,48,300 ઇન્વેસ્ટ કરાવી દેવામાં આવ્યા હતાં.

ભેજાબાજોએ કર્ણાટકના બેંગ્લોરના રહેવાસીઓ વિનાયક ચંદ્રશેખ ગૌડા અને વિશાલ હરીશકુમારના Algonq technology privete limited, તેમજ લોટસ એન્ટપ્રાઈઝના સહિતના આઈસીઆઈસીઆઈ બેન્કના ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરાવી દીધા હતાં. જે પૈકી 4700 રૂપિયા મિરલને પરત આપી બાકીના નાણાં પરત કરવામાં આવ્યા નહોતા.

નાણાંની ઉઘરાણી કરવામાં આવતાં ભેજાબાજોએ મિરલને ટેલીગ્રામ પર બ્લોક કરી દીધો હતો. અને ત્યારબાદ અન્ય મોબાઈલ નંબરોથી મેસેજ કરીને પુનઃ ઇન્વેસ્ટ કરવા જણાવ્યું હતું. તેમજ અગાઉ ઇન્વેસ્ટ કરાયેલા નાણાં કે કમિશન આપવામાં આવશે નહીં એમ જણાવાયું હતું.

ઓનલાઈન ઠગાઈ (ઇ-ઠગાઈ) અંગે મિરલ નાયકની ફરિયાદને આધારે ગુનો નોંધી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. અને બે આરોપીઓને મહુવા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતાં.

ક્રાઈમ બ્રાન્ચે

22 વર્ષિય કશ્યમ હિતેશભાઈ જોષી (ધંધો – એજન્ટ, રહે. ભાદ્રોદ ગામ, તા. મહુવા, જી. ભાવનગર) અને

23 વર્ષિય મિલન અશોકભાઈ વાઘ (ધંધો – બેરોજગાર રહે. ભાદ્રોદ ગામ, તા. મહુવા. જી. ભાવનગર) ના કોવિડ ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ અટકાયતી પગલાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં સંડોયાવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-ઠગાઈ કેસના બે આરોપીઓને ઝડપી પાડવામાં સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ. એન. કે. વ્યાસ, પો.સ.ઈ. કે.સી. રાઠોડ, અ.હે.કો. કુલદિપસિંહ લક્ષ્મણસિંહ, અ.હે.કો. સતિષકુમાર ભોગીલાલ અને અ.લો.ર. જયેન્દ્ર રાયસંગભાઈએ સારી કામગીરી બજાવી હતી.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

#CyberChor,CyberCrime,Vadodara,Gujarat,Samachar,News,Latest,Live

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *