- અમે અમારા જીવના જોખમે લોકોના જીવ બચાવ્યા તો સરકાર અમને અમારો હક આપે: નર્સિંગના વિદ્યાર્થીઓની માંગ
વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: રાજપીપળામાં કોરોના કાળ દરમિયાન કોવિડ સહાયક તરીકે સતત 2 મહિના ફરજ બજાવનાર નર્સિંગના વિદ્યાર્થીઓને આજે 9 મહિના થવા આવ્યા છતાં સ્ટાઈપેન્ડ ચુકવવામાં સરકાર આડોડાઈ કરી રહી હોવાથી વિદ્યાર્થીઓ રોસે ભરાયા છે.જીતનગર જીએનએમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ રાજપીપળા સિવિલ હોસ્પિટલ પટાંગણમાં દેખાવો કરી પોતાના હક માટે રજૂઆતો કરી હતી.આશ્ચર્યની વાત તો એ છે કે સરકારે નર્મદા જિલ્લામાં ગ્રાંટ ફાળવી જ નથી. એટલે સરકારના વાંકે જ આજે કોવિડ સહાયકોની દયનિય હાલત થઈ છે.
જીતનગર જીએનએમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમે જ્યારે કોરોના એના પિક સમય પર હતો એવા એપ્રિલ-મેં મહિનામાં સતત કોવિડની ડ્યુટી કરી હતી.સરકારના પરિપત્ર મુજબ અમને સ્ટાઈપેન્ડ ચુકવવાનું હોય છે, જે હજુ સુધી ચૂકવાયું નથી.અમારે કોઈ વિવાદ નથી કરવો પણ સરકાર અમને અમારા હકના પૈસા આપે.જ્યારે બધા પોતાના જીવની ચિંતા કરતા હતા સલામતી ઇચ્છતા હતા ત્યારે અમે અમારા અને અમારા પરિવારના જીવ જોખમમાં મૂકીને કોવિડમાં ડ્યુટી કરી છે.
આ મામલે રાજપીપળા સિવિલ હોસ્પિટલના સી.ડી.એમ.ઓ ડો.જ્યોતિ ગુપ્તાએ જણાવ્યું હતું કે એપ્રિલ મહિના પછી નર્મદા જિલ્લામાં કોવિડની કોઈ ગ્રાંટ આવી જ નથી. અમે ઉચ્ચ કક્ષાએ એ બાબતે ઘણા પત્રો લખ્યા છે.હવે ગ્રાંટ આવી જશે એવું મેં સાંભળ્યું છે, જેવી ગ્રાંટ આવશે કે તરત એમને સ્ટાઈપેન્ડ મળી જશે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg
(આજે ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સ જુઓ નીચેના વિડીયોમાં)