- વાઘોડીયા રોડની ચંદ્રનગર સોસાયટીમાંથી રાકેશ કહાર ઝડપાયો.
- 40 હજારનો મુદ્દામાલ ઝડપાયો – ચિરાગ કહાર વોન્ટેડ
Mehulkumar Vyas. વડોદરા. થર્ટી ફર્સ્ટ ટાણે ધિકતો ધંધો કરી લેવાની લાલચ ધરાવતાં વાઘોડીયા રોડ વિસ્તારના બૂટલેગરને દેવાર્સ સ્કોચ વ્હિસ્કીની 20 બોટલ સાથે પી.સી.બી. (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખીને પ્રોહીબિશનની પ્રવૃત્તિ સાથે અને અસામાજીક તત્વો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. ત્યારે પી.સી.બી. પી.આઈ. જે. જે. પટેલે તેમની ટીમને કાર્યવાહી કરવા સૂચના કરી હતી. દરમિયાન આજરોજ પી.સી.બી.ના એ.એસ.આઈ. અરવિંદ કેશવરાવને બાતમી મળી હતી.
બાતમીને આધારે પીસીબીની ટીમે વાઘોડીયા રોડ પરની ચંદ્રનગર સોસાયટીના મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં દેવાર્સ વ્હાઈટ લેબલ સ્કોચ વ્હિસ્કીની 20 નંગ દારૂની બોટલ સાથે રાકેશ હરીશંકર કહાર ઝડપાયો હતો. જ્યારે ચાંપાનેર દરવાજા કહાર મહોલ્લાનો રહેવાસી ચિરાગ કહાર વોન્ટેડ જાહેર કરાયો હતો.
પીસીબીએ 30 હજારની કિંમતની દારૂની બોટલ્સ અને મોબાઈલ સહિત કુલ 40 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પી.આઈ. જે. જે. પટેલ, પો.સ.ઈ. એમ.જી. કરડાણી, એ.એસ.આઈ. અરવિંદ કેશવરાવ, હે.કો. કાળુભાઈ ખાટાભાઈ, હે.કો. યુવરાજસિંહ ચંદુભાઈ, પો.કો. કનુભાઈ શંકરભાઈ, પો.કો. રોનકકુમાર દિનેશભાઈએ સારી કામગીરી કરી હતી.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg