- ➡ વિવિધ કંપનીના રૂ. 1,66,000 કિંમતના 9 મોબાઈલ પરત આપવામાં આવ્યાં.
- ➡ ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે ગુમ થયેલાં મોબાઈલ શોધવામાં આવ્યાં.
Mehulkumar Vyas. વડોદરા. પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં રહેતાં 9 શખ્સોના ગુમ થયેલાં મોબાઈલ ફોન પોલીસે શોધીને પરત કર્યા હતાં. ગુમ થયેલાં મોબાઈલ પરત મળતાં મોબાઈલ ધારકોના મુખ પર સ્મિત રેલાઈ ગયું હતું.
પાણીગેટ પોલીસ મથકના પી.આઈ. કે. પી. પરમાર તથા સેકન્ડ પી.આઈ. એફ. આર રાઠવા દ્વારા વિસ્તારના નાગરીકોના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવા કરાયેલી સૂચનાને આધારે સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. એ. બી. ગોહિલ સહિતની ટીમે ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી 9 મોબાઈલ શોધી કાઢ્યા હતાં.
એપ્પલ, રેડ મી, વીવો, સેમસંગ, એમ.આઈ. વગેરે કંપનીના 9 મોબાઈલ તેમના ધારકોને પરત કરવામાં આવ્યા હતાં. આ નવ મોબાઈલની કિંમત રૂ. 1,66,000 જેટલી થતી હતી.
મોબાઈલ શોધવામાં પાણીગેટ પોલીસ મથકના પી.આઈ. કે.પી. પરમાર, સેકન્ડ પી.આઈ. એફ. આર. રાઠવા, પી.એસ.આઈ. એ. બી. ગોહિલ, અ.હે.કો. શૈલેન્દ્રસિંહ રણજીતસિંહ, પો.કો. હરેશભાઈ નાગરભાઈ અને સર્વેલન્સના કર્મચારીઓએ સારી કામગીરી કરી હતી.
🙂 (Funrang Joke) 🙂
પકડું સ્કૂલ સમયના મિત્રના ઘરે ગયો. ચા – પાણી કર્યા બાદ નિકળતી વખતે બાઈકની ચાવી કાઢવા ખિસ્સામાં હાથ નાંખ્યો, અને મિત્રની પત્ની બોલી ‘અરે ના… ના… છોકરાંઓને પૈસા આપવાની જરૂર નથી’ અને પકડુંને 100 રૂપિયાની ચોંટી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg