ડિસેમ્બર,ન્યૂ યર,ગીરીધર મામેદી,ગ્રેગોરીયન,કેલેન્ડર

  • પ્રજ્ઞા ભારતી તેલંગાણાના સ્ટેટ વાઈસ પ્રેસિડન્ટ ગીરધર મામીદીનું વૈજ્ઞાનિક તથ્યો સાથેનું તારણ.
  • વિશ્વભરની સંસ્કૃતિઓ પ્રકૃતિ અને ગ્રહોની સ્થિતિને આધારે માર્ચ – એપ્રિલમાં નવા વર્ષની શરૂઆત કરે છે.
  • ડિસેમ્બર વર્ષનો 10મો મહિનો છે અને ફેબ્રુઆરી 12મો, માટે નવું વર્ષ 1 માર્ચથી શરૂ થાય.
  • સેપ્ટા એટલે 7, ઓક્ટા એટલે 8, નોવા એટલે 9 અને ડેકા એટલે 10.
  • રોમન કેથલિક ચર્ચ દ્વારા 1 જાન્યુઆરીએ નવા વર્ષની શરૂઆત લાદવામાં આવી છે.

Mehulkumar Vyas. વિશ્વભરમાં આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને આવતીકાલે ન્યૂ યર ઉજવવાનો થનગનાટ વર્તાઈ રહ્યો છે. ત્યારે પ્રજ્ઞા ભારતી તેલંગાણઆના સ્ટેટ વાઈસ પ્રેસિડન્ટ ગીરધર મામીદીનું કહેવું છે કે, 31મી ડિસેમ્બરના રોજ વર્ષ પુરું થવું એ વૈજ્ઞાનિક રીતે સાચું નથી. વિશ્વભરની સંસ્કૃતિઓ પ્રકૃતિ અને ગ્રહોની સ્થિતિને આધારે માર્ચ – એપ્રિલમાં નવા વર્ષની શરૂઆત કરે છે. પરંતુ, રોમન કેથલિક ચર્ચ દ્વારા 1 જાન્યુઆરીએ નવા વર્ષની શરૂઆત વિશ્વ પર લાદવામાં આવી છે.

વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક તથ્યોને આધારે ગીરધર મામીદી જણાવે છે કે, 25મી ડિસેમ્બરના રોજ ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. તેના પછીનો મહિનો જાન્યુઆરી હોવાથી તેને નવું વર્ષ ગણાવવામાં આવ્યું છે. જોકે, સેપ્ટા એટલે 7 જેના પરથી સપ્ટેમ્બર નામ પડ્યું છે, એવી જ રીતે ઓક્ટા (8) પરથી ઓક્ટોબર, નોવા (9) પરથી નવેમ્બર અને ડેકા (10) પરથી ડિસેમ્બર અથવા તો દસમો મહિનો. એનો અર્થ થાય છે કે, ગ્રેગેરીયન કેલેન્ડર પહેલાં યુરોપમાં પણ ફેબ્રુઆરી મહિનો 12મો મહિનો માનવામાં આવતો હતો. અને નવા વર્ષની શરૂઆત વસંત ઋતુના આગમન સાથે 1 માર્ચથી કરાતી હતી.

તેમનું કહેવું છે કે, 16મી સદીમાં ગ્રેગેરીયનની શરૂઆત પહેલાંના સમયમાં બારેય મહિનાઓમાં 30 દિવસો જ ગણવામાં આવતાં હતાં. જોકે, જુલીયસ સીઝરે જુલીયન કેલેન્ડરમાં પોતાના નામ પરથી જુલાઈ નામ આપીને આ માસમાં 31 દિવસ કરાવ્યા કારણકે તે સમ્રાટ હતો. એના નામના મહિનામાં એક દિવસ વધારે હોવો જોઈએ. જુલિયસ બાદ સત્તા પર આવેલા ઓગસ્ટસ સીઝરે પણ જુલાઈ બાદનો મહિનો પોતાના નામે કરાવ્યો ઓગસ્ટ અને તેમાં પણ એક દિવસના વધારાનો હુકમ કર્યો. આ રીતે જુલાઈ અને ઓગષ્ટ 31 દિવસના ગણાતાં થયાં.

ગીરધરનું કહેવું છે કે, જુલાઈ અને ઓગસ્ટમાં વધારેલા બે દિવસો છેલ્લા ગણાતાં 12માં એવાં ફેબ્રુઆરી માસમાંથી કાઢી નાંખવામાં આવ્યા. જુલિયસ સીઝર પહેલાંના સમયના કેલેન્ડરમાં ફેબ્રુઆરી મહિનો 30 દિવસનો જ જોવા મળશે.

તેમનું કહેવં છે કે, ગુડ ફ્રાઈડે અને ઇસ્ટર સન્ડેમાં અસંતુલન થતું હોવાથી તેને સુધારવા માટે પોપ ગ્રેગરીએ 16મી સદીમાં કેલેન્ડર રજૂ કર્યું. જે ગ્રેગોરીયન કેલેન્ડરને આપણે હાલ માનીએ છીએ. પોપ ગ્રેગરીએ વિસંગતતાઓ દૂર કરવા માટે કેલેન્ડરને ફરીથી ગોઠવ્યું અને કેટલુંક ઉમેરીને સંતુલન બનાવ્યું. જેમાં લીપ વર્ષનો વિચાર રજૂ કરાયો અને દર ચાર વર્ષ ફેબ્રુઆરીમાં એક દિવસ ઉમેરવામાં આવ્યો.

ભારતીય સહિતની વિશ્વની સંખ્યાબંધ સંસ્કૃતિઓના નવા વર્ષની શરૂઆત વસંત ઋતુ તેમજ ગ્રહ પરિસ્થિતિને અનુરૂપ થાય છે. જે હાલના માર્ચ – એપ્રિલ માસમાં આવતી હોય છે. જેને પગલે 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવું વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. એમ તેમનું દ્રઢ પણે માનવું છે.

 😎 (Funrang Joke) 😎 

પકડું સ્કૂલ સમયના મિત્રના ઘરે ગયો. ચા – પાણી કર્યા બાદ નિકળતી વખતે બાઈકની ચાવી કાઢવા ખિસ્સામાં હાથ નાંખ્યો, અને મિત્રની પત્ની બોલી ‘અરે ના… ના… છોકરાંઓને પૈસા આપવાની જરૂર નથી’ અને પકડુંને 100 રૂપિયાની ચોંટી…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

ડિસેમ્બર,ન્યૂ યર,ગીરીધર મામેદી,ગ્રેગોરીયન,કેલેન્ડર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *