- 70 વર્ષિય ઇન્દ્રસિંહ રાણાને થાપાના ભાગે ફેક્ચર.
- ગાય માલિક સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ.
Mehulkumar Vyas.વડોદરા. ગત રાત્રે ગોરવા વિસ્તારમાં એક ગાયે 70 વર્ષિય વૃદ્ધને અડફેટે લેતાં તેમને ઇજા પહોંચી હતી. સીસીટીવીને આધારે ઇજાગ્રસ્ત વૃદ્ધે ગાયના માલિક સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તાજેતરમાં ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલે એક કાર્યક્રમમાં વડોદરામાં રખડતાં ઢોરનો ત્રાસ દૂર થયો હોવા અંગે નિવેદન કર્યું હતું. ત્યારે તેમણે ખાસ જોવું રહ્યું કે, ખરેખર વડોદરામાં રખડતાં ઢોર મામલે નક્કર કામગીરી કેટલી થાય છે?
એલેમ્બિક કંપનીમાંથી નિવૃત્ત થયેલાં 70 વર્ષિય ઇન્દ્રસિંહ રાણા ગોરવા વિસ્તારની સોસાયટીમાં રહે છે. ગત રાત્રે તેમના ઘર પાસે બે ગાય આવી ચઢી હતી. ગાયને ભગાડવા માટે તેમણે હાંકોટો પાડી હાથ ઉંચો કર્યો હતો. જોકે, અગમ્યકારણોસર ગાય પલટીને ભાગી હતી. જેમાં ઇન્દ્રસિંહ રાણા અડફેટે આવી ગયા હતાં.
ગાયની ભેટી વાગવાથી જમીન પર પછડાયેલા ઇન્દ્રસિંહ રાણાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તેઓને થાપાના ભાગે ફેક્ચર થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. તેમણે આજરોજ ગાયને રખડતી મુકનાર પશુપાલક સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, રખડતાં પશુ પકડવા માટે હોહા કરતાં કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ નક્કર આયોજન કરવામાં આવતું ના હોવાને કારણે સામાન્ય જનતાને ભોગવવાનો વારો આવી રહ્યો છે.
(Funrang Joke)
પકડું સ્કૂલ સમયના મિત્રના ઘરે ગયો. ચા – પાણી કર્યા બાદ નિકળતી વખતે બાઈકની ચાવી કાઢવા ખિસ્સામાં હાથ નાંખ્યો, અને મિત્રની પત્ની બોલી ‘અરે ના… ના… છોકરાંઓને પૈસા આપવાની જરૂર નથી’ અને પકડુંને 100 રૂપિયાની ચોંટી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg