- ➡ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટ સાથે ક્રાઈમ બ્રાન્ચે ફોટો, વિડીયો સહિતના પુરાવા રજૂ કર્યા.
- ➡ 72 સાક્ષીઓના નિવેદન રજૂ કરવામાં આવ્યાં.
- ➡ રાજુ ભટ્ટ હાલ જેલમાં છે જ્યારે અશોક જૈનનો જામીન પર છૂટકારો થયો છે.
Mehulkumar Vyas. વડોદરા. ભારે ચકચારી દુષ્કર્મ કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 379 પાનાની ચાર્જશીટ સહિત પુરાવાની પેન ડ્રાઈવ અને સિડી કોર્ટમાં રજૂ કરી છે. તેમજ બુટલેગર અલ્પુ સિંધી, પિડીત યુવતીની માતા અને ભાઈ સહિતના 72 શખ્સોના નિવેદનો રજૂ કરવામાં આવ્યા છે. જોકે, પિડીત યુવતીના પિતાનું નિવેદન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું નથી, એમ સૂત્રો જણાવી રહ્યાં છે.
હરીયાણાની 24 વર્ષિય યુવતી વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં લૉનો અભ્યાસ કરતી હતી. તે લાઇઝનિંગની ટ્રેનિંગ લેવા માટે CA અશોક જૈન પાસે ગઈ હતી. તેણે ગત 19 સપ્ટેમ્બર 2021ના રોજ ગોત્રી પોલીસ મથકમાં દિવાળીપુરાની રોકડનાથ સોસાયટીમાં રહેતાં CA અશોક જૈન, તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર મચી જવાપામી હતી.
ફરિયાદને પગલે ભૂગર્ભમાં ઉતરી ગયેલો અશોક જૈન પાલીતાણાથી જ્યારે રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાઈ ગયો હતો. આ પ્રકરણમાં યુવતીને મદદ કરવા સહિતની ભેદીભૂમિકા ભજવનાર નામચીન અલ્પુ સિંધીને પણ ક્રાઈમ બ્રાન્ચે હરીયાણાથી ઝડપી પાડ્યો હતો. આરોપીઓની પુછપરછ કર્યા બાદ તેઓને જેલ ભેગા કરવામાં આવ્યા હતાં. સમગ્ર પ્રકરણમાં કાનજી મોકરીયાની સંડોવણી પણ સપાટી પર આવી હતી. હાલ અશોક જૈન જામીન પર બહાર છે જ્યારે રાજુ ભટ્ટ જેલમાં છે.
(Funrang Joke)
પકડું સ્કૂલ સમયના મિત્રના ઘરે ગયો. ચા – પાણી કર્યા બાદ નિકળતી વખતે બાઈકની ચાવી કાઢવા ખિસ્સામાં હાથ નાંખ્યો, અને મિત્રની પત્ની બોલી ‘અરે ના… ના… છોકરાંઓને પૈસા આપવાની જરૂર નથી’ અને પકડુંને 100 રૂપિયાની ચોંટી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg