- ફતેગંજ જનતા શેરીમાં નાની મસ્જીદ પાછળ આવેલા ખંડર મકાનમાં દારૂનું વેચાણ કરતો હતો.
Mehulkumar Vyas. વડોદરા. થર્ટી ફર્સ્ટનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં ચોરી છુપીથી દારૂના ટેટ્રા પેકનો ધંધો કરતાં એઝાઝ શેખને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો.
ન્યૂ યરના બંદોબસ્તને ધ્યાનમાં રાખી સયાજીગંજ પોલીસ મથકની સર્વેલન્સ ટીમના પી.એસ.આઈ. એમ.પી. ચૌધરી સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. દરમિયાનમાં હે.કો. દિપકકુમાર જબ્બરસિંગ અને અ.પો.કો. આઝાદ રઘુનાથને ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીને આધારે પોલીસે ફતેગંજ જનતા શેરીમાં નાની મસ્જીદની પાછળના ભાગે પીપળાના ઝાડવાળા ખંડેર મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી રૉયલ ક્લાસિક વ્હિસ્કીના 35 નંગ ટેટ્રા પેક સાથે એઝાઝ એહમદ શબ્બીરભાઈ શેખ (રહે. સદર કોમ્પ્લેક્ષ, સદર બજાર, ફતેગંજ)ને ઝડપી પાડ્યો હતો.
એઝાઝને ઝડપી પાડવામાં પી.આઈ. આર.જી. જાડેજા, પો.સ.ઈ. એમ.પી. ચૌધરી, એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ નટવરસિંહ, અ.હે.કો. દિપકકુમાર જબ્બરસિંહ, અ.હે.કો. નિતીન રમેશચંદ્ર, અ.પો.કો. આઝાદ રઘુનાથ, અ.પો.કો. કિરણભાઈ સડ્યાભાઈ, અ.પો.કો. કાંતીભાઈ હમીરભાઈ, અ.લો.ર. અક્ષયસિંહ બળદેવસિંહ અને અ.લો.ર. મુકેશભાઈ રામાભાઈએ સારી કામગીરી બજાવી હતી.
(Funrang Joke)
પકડું છોકરી જોવા ગયો.
છોકરીના પિતાએ પુછ્યું કે, દિકરા દારૂ પીએ છે?
પકડુંએ કહ્યું, પહેલાં છોકરી જોઇ લઉં, પછી બેસીએ..
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg