- ➡ ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરતો અનન્ય અને અનોખો પ્રયાસ.
- ➡ સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
- ➡ ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ.
- ➡ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.
Mehulkumar Vyas. સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.
ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલાં મંજુલના કાર્ટૂનમાં રાષ્ટ્રજોગ ભાષણ કરતાં નેતા એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા દિગ્ગજ નેતા પર વ્યંગ કરાયો છે. નવા વર્ષની શુભેચ્છા પાઠવવા સાથે નેતા કહી રહ્યાં છે કે, ઘરમાં રહો અને સુરક્ષિત રહો. માત્ર મારી રેલીમાં આવવા માટે જ ઘરની બહાર નીકળજો.
સંદેશમાં પ્રસિદ્ધ થયેલાં યોમના કાર્ટૂનમાં 2022માં તિવ્ર ગતિથી ઓમિક્રોન આવી રહ્યો છે છતાં સરકાર ચુંટણી અને સત્તા ટકાવવામાં વ્યસ્ત હોવાની વાતે વ્યંગ કરાયો છે. ડેલ્ટા વેરીયન્ટની વિદાય અને ઓમિક્રોનની એન્ટ્રી સાથે નવા વર્ષનો પ્રારંભ દર્શાવવામાં આવ્યો છે.
ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં અશોક અદેપાલના કાર્ટૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બુલેટપ્રુફ કાર અને કોરોના સ્થિતિ પર વ્યંગ કરાયો છે. ગઈકાલે જ રાજકોટમાં ભવ્ય રેલી કાઢનાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પર પણ આ વ્યંગ ફીટ બેસે છે. પોતે સુરક્ષિત રહીને તાયફા કરતાં રાજકારણીઓને કારણે સામાન્ય લોકોનું જીવન પર કોરોનાનું જોખમ તોળાતું હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.
વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.
(FunRang Joke)
પકડુ થર્ટી ફર્સ્ટની પાર્ટી કરીને હેમખેમ ઘરે પહોંચી ગયો, પોલીસે પકડ્યો પણ નહીં… એટલે બીજા દિવસે મિત્રોએ પુછ્યું કે, અલાં આટલું ચુસ્ત ચેકિંગ હતું તોય, તને કોઈએ પકડ્યો નહીં.
પકડુઃ મનેય આજે સવારે જ આ વાતનું ભાન થયું…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg
Have you seen the satirical cartoons published in Gujarati newspapers today or not? – 01 January 2022
Gujarati Newspapers Gujarat Samachar, Sandesh, Gujarat mitra ect… have very meaningful cartoons printed on a daily basis. FunRang honors the cartoonist’s distinctive art of accurately and sarcastically depicting the current situation with just one picture. That is why this video has been made by Funrang with the intention of making the cartoon printed in the newspaper more popular. The quality of the cartoon is not discussed in this video. But, if the cartoon may not have caught the eye of the newspaper reader, then this is just an attempt to bring it to the notice through video.
Edited & made by – Mehulkumar Vyas for funrang news