પાવાગઢ પરીક્રમા,પાવાગઢ,મહાદેવ,વિશ્વામિત્ર ઋષિ,મેહુલકુમાર વ્યાસ

પાવાગઢ પરીક્રમા,પાવાગઢ,મહાદેવ,વિશ્વામિત્ર ઋષિ,મેહુલકુમાર વ્યાસ

  • www.pavagadhparikrama.in પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત.
  • આશરે 825 વર્ષ પહેલા વિશ્વામિત્ર ઋષીએ પરીક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
  • વર્ષ 2016થી પાવાગઢ પરીક્રમાનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
  • 44 કિ.મી.ની પરિક્રમા બે દિવસમાં પુરી થાય છે.

Mehulkumar Vyas.  આવતીકાલ તા. 2 અને 3 જાન્યુઆરી 2022ના રોજ પાવાગઢ પરીક્રમા માટે શ્રદ્દાળુઓ નિકળનાર છે. જોકે, હાલની કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખી વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાનારને જ પ્રવેશ આપવામાં આવશે.

કહેવાય છે કે, આજથી લગભગ 825 વર્ષ પહેલાં વિશ્વામિત્ર ઋષિએ પાવાગઢની પરીક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. પાવાગઢની પરીક્રમા કરવાથી સમ્રાટો દ્વારા કરાતાં અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થતું હોવાની માન્યતા છે. જોકે, સમયાંતરે પાવાગઢ પરીક્રમા ભુલાઈ ગઈ હતી.

શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખી વર્ષ 2016માં પાવાગઢ પરીક્રમાનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે, છેલ્લાં બે વર્ષથી કોરોના કાળને કારણે પરીક્રમા પર મર્યાદીત સંખ્યામાં લોકો જ જતાં હતાં. પરંતુ, આ વર્ષે કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે પરીક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત બનાવાયું છે.

પાવાગઢ પરીક્રમા દરમિયાન વાઘેશ્વરી માતા, તપલાવાવ હનુમાન, કોટકાલી માતા, સિદ્ધનાથ મહાદેવ, કેદેશ્વર મહાદેવ (ધાબા ડુંગરી), ખુણેશ્વર મહાદેવ અને નારાયણ આશ્રમ સ્થળોએ શ્રદ્ધાળુઓ રોકાણ કરતાં હોય છે. પરીક્રમા પથ પર શ્રદ્ધાળુઓ માટે જરૂરી જમવાની તેમજ રહેવાની વ્યવસ્થા પાવાગઢ પરીક્રમા સમિતિ દ્વારા કરવામાં આવી છે.

(Funrang Joke)

થર્ટી ફર્સ્ટની પાર્ટી કરીને પકડું કારમાં ઘરે જતો હતો. પોલીસના ટોળાંએ એને રોક્યો.

પોલીસવાળોઃ કારમાંથી બહાર આવો, બ્રેથએનેલાઝરથી ચેક કરવું પડશે.

પકડુઃ સાહેબ બહુ પીધેલો છું કારમાંથી બહાર નહીં અવાય… એક કામ કરો તમે અંદર આવી જાવ… ચેક કરવા

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

(પીધેલાં પુત્રને પોલીસે પકડતાં ભાજપના મહિલા કોર્પોટરે પોલીસ મથક માથે લીધું જુઓ વિડીયો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *