દારૂ,પીધેલો,કેબ,મુસાફરી,ખાંટુ નટુ,મેહુલકુમાર,જે.ડી. ચાવડા,ફન રિપોર્ટ

  • ગત 27 ડિસેમ્બરના રોજ મૈનચેસ્ટર સિટીમાં રહેલાં સેમ જોર્જ સાથે બનેલી ઘટના.
  • 17 કિ.મી.ની યાત્રા માટે ઉબર કેબનો ચાર્જ થયો 10 હજાર રૂપિયા.

 ➡ Mehulkumar Vyas. Khantu Natu.  

ઇંગ્લેન્ડના માર્ન્ચેસ્ટર ખાતે દોસ્તો સાથે દારૂ પાર્ટી કર્યા બાદ મોડી રાત્રે ઉબર કેબ કરીને ઘરે પહોંચેલા શખ્સને સવારે કેબનું ભાડુ જાણીને ચક્કર આવી ગયા હતાં. ફૂલ ટલ્લી થઈને 17 કિલોમીટરની મુસાફરી માટે કેબનું રૂ. 10000 ભાડુ જોઈને ચોંકી ઉઠેલા શખ્સે કદાચ દારૂ પર કંટ્રોલ કરવાનું નક્કી કર્યું હોઈ શકે.

ગત 27 ડિસેમ્બરની રાત્રે માન્ચેસ્ટર સિટીમાં રહેતો સેમ જોર્જ દોસ્તો સાથે પાર્ટી કરવા માટે નાઈટ ક્લબમાં ગયો હતો. મોડી રાત સુધી દારૂને ટલ્લી થયા બાદ સેમ ઘરે જવા માટે કેબ શોધતો હતો. નાઈટ ક્લબથી એનું ઘર 17 કિમી દૂર હતું અને ત્યાં સુધી જવા અડધા કલાકનો સમય થાય છે અને તે માટે કેબના વધુમાં વધુ 2500 રૂપિયા ભાડુ થાય એમ હતું.

નશાની હાલતમાં કેબ શોધતાં સેમે અલગ અલગ કંપનીની એપ્લિકેશન પર ટ્રાય કર્યો જોકે, ક્યાંય તેને કેબ મળતી નહોતી. એટલે છેવટે એણે ઉબર દ્વારા કેબ બુક કરાવી હતી. જોકે, એણે નશાની હાલતમાં જોયું નહીં કે એણે એસયુવી રેન્જની કાર બુક કરાવી હતી. કેબ કાર આવતાં સેમ ઘરે તો હેમખેમ પહોંચી ગયો. પણ, સવારે ઉઠીને જ્યારે તેણે ચુકવેલા બીલની રકમ જોઈ ત્યારે એને ચક્કર આવી ગયા હતાં. કારણકે, રાત્રે નશાની હાલતમાં તેણે રૂ. 10 હજાર ચુકવ્યા હતાં.

એકંદરે, નવું વર્ષ આવતાં પહેલાં સેમ જોર્જને શિખામણ મળી ગઈ કે, નશો વધારે થાય તો ચાલતાં ઘરે જવું જોઈએ, અથવા તો નશો માપમાં કરવો જરૂરી છે.

 😛 (Khantu Joke) 😛 

એક દારૂડીયો લથ્થડીયા ખાતો જતો હતો, એમાં એ એક સાધુને અથડાયો. 

સાધુ ગુસ્સે થઈ ગયાં અને બોલ્યા… મુરખ, હવે હું તને શ્રાપ આપીશ…

દારૂડીયો કહે, બે મીનીટ ઉભા રહેજો… હું ગ્લાસ લઈ આવું… 

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

દારૂ,પીધેલો,કેબ,મુસાફરી,ખાંટુ નટુ,મેહુલકુમાર,જે.ડી. ચાવડા,ફન રિપોર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *