- ભુલી પડી જવાથી ડઘાઈ ગયેલી બાળકી કંઈ બોલતી નહોતી.
- SHE ટીમે ગણતરીના કલાકોમાં મા-બાપની ભાળ મેળવી.
➡ Mehulkumar Vyas. [9978918796]
Vadodara | શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ભુલી પડી ગયેલી એક 8 વર્ષિય બાળકીને ફતેગંજ પોલીસની SHE ટીમે તેના મા-બાપને સુપરત કરી હતી.
ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં પોલીસ કંટ્રોલ રૂમમાં વર્ધી મળી હતી કે, નવા યાર્ડ વિસ્તારના હુસૈની ચોક લીલાની મહોલ્લામાં એક 8 વર્ષની બાળકી ભુલી પડીને આવી ગઈ છે. ગભરાઈ ગયેલી બાળકી કંઈ બોલતી નથી.
વર્ધીને પગલે ફતેગંજ પોલીસ મથકની SHE ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીના મા-બાપની શોધખોળ હાથ ધરી હતી. સાડા અગિયાર વાગે બાળકીને પોલીસ મથકે લાવ્યા બાદ તપાસ કરીને આખરે બાળકીના વાલીની ભાળ મેળવી હતી. ત્યારબાદ બાળકીને તેના મા-બાપને હેમખેમ સુપરત કરવામાં આવી હતી.
ભુલી પડી ગયેલી બાળકીનું મા-બાપ સાથે સુખદ મિલન કરાવવામાં ફતેગંજ પોલીસ મથકના પી.આઈ. એ.બી. જાડેજા, WPC પ્રિતીબહેન દાનજીભાઈ અને WLRD ઉષાબહેન મનાભાઈએ સારી કામગીરી કરી હતી.
😀 (FunRang Joke) 😀
પકડુ અડધી રાત્રે એની ગર્લફ્રેન્ડ પાક્કીના ઘરે ગયો. અને દરવાજો ખખડાવ્યો.
પાક્કીએ પુછ્યું – કોણ છે?
પકડું – હું છું?
પાક્કી – હું કોણ?
પકડું – અરે ડફોળ, તું પાક્કી બીજું કોણ?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(દારૂ પીધેલી હાલતમાં કેબની મુસાફરી બહું મોઘી પડી – જુઓ ખાંટુ નટુનો રિપોર્ટ આ વિડીયોમાં)
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg