- કલાલીધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત દિવ્ય શાકોત્સવમાં શૈલેષ સોટ્ટાનું સંબોધન.
- ચૂંટણી જીતવા વિધર્મીઓના દરવાજા પર માથું નહીં ટેકવું – શૈલેષ સોટ્ટા
Mehulkumar Vyas. [9978918796]
Vadodara | ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા ગઈકાલે કરવામાં આવેલા નિવેદનને પગલે ભારે ચકચાર મચી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત વિધાનસભાની ચૂંટણી સમયે પણ શૈલેષ મહેતાએ આકરી ભાષામાં સંબોધન કર્યા હતાં. ત્યારે પણ ચકચાર મચી જવા પામી હતી.
વડોદરા સ્વામિનારાયણ મંદિર કલાલીધામ દ્વારા આયોજિત દિવ્ય શાકોત્સવ કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી શૈલેષ સોટ્ટાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલા મેં કહ્યું હતું કે, ડભોઈને દર્ભાવતી બનાવવા માટે આવ્યો છું. પુરાણી સ્વામી જાણે છે કે, ડભોઈ હવે દર્ભાવતી બનવા તરફ આગળ વધી રહ્યું છે. જે કોઈ ત્યાં ગયું હશે એણે જોયું હશે કે ત્યાં કંઈક ફેરફાર થયો છે. અને જે લોકોની દાદાગીરી હતી એ દાદાગીરી બંધ કરાવવાની જવાબદારી હતી.
પુરાણી સ્વામીને પુછતાં સોટ્ટાએ કહ્યું કે, એ દાઢી – ટોપીની દાદાગીરી બંધ થઈ ગઈને? ડભોઈમાં જે લોકોની દાદાગીરી હતી તે બંધ કરાવવાની મારી જવાબદારી હતી. ડભોઈમાં દાઢી – ટોપીની દાદાગીરી બંધ થઈ ગઈ છે. હું જ્યારે ડભોઈ ગયો હતો ત્યારે સરકારી આંકડા પ્રમાણે વર્ષમાં સાત અને વધુમાં વધુ 14 વખત કોમી તોફાન થતાં હતાં. પરંતુ છેલ્લાં ચાર વર્ષમાં કોમી તોફાનો થયા નથી. ત્યારે ફરી કહું છું કે જે રીતે વર્ત્યો છું એ રીતે જ વર્તવાનો છું. હું જન્મે હિન્દુ, ધર્મે હિન્દુ અને કાયમ માટે હિન્દુ જ રહેવાનો છું. ચૂંટણી જીતવા માટે વિધર્મીઓના દરવાજા પર માથું નહીં ટેકવું.
ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના સંબોધનનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થઈ રહ્યો છે.
😀 (FunRang Joke) 😀
પકડુ અડધી રાત્રે એની ગર્લફ્રેન્ડ પાક્કીના ઘરે ગયો. અને દરવાજો ખખડાવ્યો.
પાક્કીએ પુછ્યું – કોણ છે?
પકડું – હું છું?
પાક્કી – હું કોણ?
પકડું – અરે ડફોળ, તું પાક્કી બીજું કોણ?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg