- રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા કરાયેલી ટ્વિટમાં રોજગારલક્ષી વૈકલ્પિક વિષયો અંગે જાહેરાત.
- રાજ્યની કુલ 223 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રોજગારલક્ષી વિષયો દાખલ કરવા સરકારની મંજૂરી.
Mehulkumar Vyas. [9978918796]
Gandhinagar | આગામી સમયમાં ધો. 11 તેમજ ધો. 12ના વિદ્યાર્થીઓ 7 રોજગારલક્ષી વૈકલ્પિક વિષયોનો અભ્યાસ કરી શકે, તે માટે રાજ્ય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. આ અંગે શિક્ષણ મંત્રી દ્વારા ટ્વીટ કરવામાં આવી છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની ટ્વિટમાં જણાવ્યા પ્રમાણે, રાજ્યની 102 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 11માં અ શૈક્ષણિક વર્ષ 2022-23થી ધોરણ 12માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની કુલ 223 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રોજગાર લક્ષી 7 વિષય દાખલ કરવાની સરકારે મંજુરી આપી છે.
સમગ્ર શિક્ષા ની ૧૦૨ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨થી ધોરણ ૧૧ માં અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી ધોરણ ૧૨ માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની કુલ ૨૨૩ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નીચે મુજબના વિષય દાખલ કરવા સરકારશ્રીએ મંજૂરી આપેલ છે. pic.twitter.com/L3Cq5D25MP
— Jitu Vaghani (मोदी का परिवार) (@jitu_vaghani) December 31, 2021
7 રોજગાર લક્ષી વૈકલ્પિક વિષયોમાં એગ્રીકલ્ચર (પ્રાકૃતિક ખેતી), એપેરલ એન્ડ મેડ યુપીએસ એન્ડ હોમ ફર્નિશિંગ, ઓટોમૉટિવ, બ્યુટી એન્ડ વેલનેસ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, રિટેઈલ, અને ટુરિઝમ ઓડ હોસ્પિલિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રોજગાર લક્ષી વૈકલ્પિક વિષયો દાખલ કરવાને કારણે વિદ્યાર્થીઓને શાળા સ્તરે જ વિવિધ સ્કિલમાં પારંગત થવાની તક પ્રાપ્ત થશે. ઉપરોક્ત વૈકલ્પિક વિષયો પૈકી પોતાની પસંદગીનાં વિષયમાં વિદ્યાર્થી અભ્યાસ સાથે જ ભવિષ્યની રોજગારી માટે પોતાને તૈયાર કરી શકશે.
😀 (FunRang Joke) 😀
ભદો છોકરી જોવા ગયો, તો સાથે મિત્ર પકડુંને લેતો ગયો.
છોકરીવાળાએ પુછ્યું કે ભદાભાઈ કેટલું ભણ્યાં છો?
તો પકડુંએ જવાબ આપ્યો, MF IAS…
છોકરીવાળાને લાગ્યું કે આ ડિગ્રી વિશે પુછીશું તો આપણે અભણ લાગીશું. એટલે બહુ ચર્ચા ના કરી… પણ, છોકરીવાળાના ઘરેથી નિકળ્યા બાદ ભદાએ પકડુંને પછ્યું કે, MF IASનો અર્થ શું?
પકડું કહે, મેટ્રિક ફેઈલ ઇન ઓલ સબ્જેક્ટ
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg