- 48 પૈકી 38 બંગલા 66,143.99 સ્ક્વેર મીટરમાં બાંધ્યા, 10 બંગલા ગેરકાયદે જમીન પર બાંધ્યા.
- આશિષ શાહે મારી નાંખવાની ધમકી આપ્યા બાદ તેજસ પટેલ એક પછી એક કૌભાંડ સપાટી પર લાવી રહ્યો છે.
- આગામી દિવસોમાં તેજસ પટેલ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરશે.
Mehulkumar Vyas. [9978918796]
ગાંધીનગર | બાલાજી ગૃપના વગદાર બિલ્ડર આશિષ શાહે ગાંધીનગરમાં 24 બંગલાનો પ્લાન તંત્રમાં પાસ કરાવ્યા બાદ, 48 બંગલા બનાવીને વેચી માર્યા હોવાનું કૌભાંડ સપાટી પર આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ત્રણ વર્ષ અગાઉ હાર્ડવેરના સામાનના 64 લાખ માંગતા તેજસ પટેલને વગદાર બિલ્ડર આશિષ શાહે મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારથી તેજસ પટેલ દ્વારા મોટી વગ ધરાવતાં બિલ્ડરના કૌભાંડ ઉઘાડા પાડી રહ્યો છે. આગામી દિવસોમાં તેજસ પટેલ શ્રી બાલાજી ગ્રીન વેલીમાં બિલ્ડર આશિષ શાહ દ્વારા આચરવામાં આવેલાં કૌભાંડ તેમજ ગુડાની નબળી નિતીઓ અંગે હાઈકોર્ટમાં પિટિશન કરનાર છે.
તેજસ પટેલે કરેલાં દાવા અનુસાર, બાલાજી ગૃપના આશિષ શાહે ગાંધીનગરના અંબાપુર ગામના ખેડૂતો પાસેથી 68.648 સ્ક્વેર મીટર જમીન ખરીદી હતી. આ જમીન પર તેણે શ્રી બાલાજી ગ્રીન વેલી પ્રોજેક્ટના 24 લક્ઝુરીયસ બંગલા બાંધવાની સ્કિમ ગુડા (GUDA)માં પાસ કરાવી હતી.
24 બંગલાની સ્કિમનો પ્લાન પાસ કરાવ્યા બાદ એ જગ્યાએ 48 બંગલા બાંધીને વેચી દેવામાં આવ્યા હતાં. જોકે, આ મામલે ગુડાને હજી સુધી કોઈ જ પ્રકારની જાણકારી નથી. દસ્તાવેજની ચકાસણી કરતાં જાણવા મળ્યું કે, 48માંથી 38 બંગલા 66,143.99 સ્ક્વેર મીટર જમીન પર બંધાયા છે. જ્યારે બાકીના 10 બંગલા ગેરકાયદેસર જમીન પર બંધાયા છે.
તેજસ પટેલનો દાવો છે કે, શ્રી બાલાજી ગ્રીન વેલી સ્કિમ જે સર્વે નંબરની જમીનો પર બાંધવામાં આવ્યો છે. તે તમામ સર્વે નંબર્સ રિક્રિએશન ઝોનમાં આવતાં હોવાથી ત્યાં આ પ્રકારનું બાંધકામ થઈ શકે નહીં.
(FunRang Joke)
ભદો છોકરી જોવા ગયો, તો સાથે મિત્ર પકડુંને લેતો ગયો.
છોકરીવાળાએ પુછ્યું કે ભદાભાઈ કેટલું ભણ્યાં છો?
તો પકડુંએ જવાબ આપ્યો, MF IAS…
છોકરીવાળાને લાગ્યું કે આ ડિગ્રી વિશે પુછીશું તો આપણે અભણ લાગીશું. એટલે બહુ ચર્ચા ના કરી… પણ, છોકરીવાળાના ઘરેથી નિકળ્યા બાદ ભદાએ પકડુંને પછ્યું કે, MF IASનો અર્થ શું?
પકડું કહે, મેટ્રિક ફેઈલ ઇન ઓલ સબ્જેક્ટ
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg
(ખાંટુ નટુનો ફન રિપોર્ટ- ચાલુ પ્લેનમાં કોરોના પોઝિટીવ આવતાં મહિલા ચાર કલાક બાથરૂમમાં પુરાઈ)