કાર્ટૂન,જાન્યુઆરી,2022,કટાક્ષ

  • ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરતો અનન્ય અને અનોખો પ્રયાસ.
  • સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
  • ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ.
  • ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.

Mehulkumar Vyas. (9978918796)

Funrang news. ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલાં મંજુલના કાર્ટૂનમાં સરકારી એજન્સીઝનાં ગળામાં સત્તાધારી પક્ષ પટ્ટો બાંધીને કામ કરાવે છે એ અંગે વ્યંગ કરવામાં આવ્યો છે. જેમાં બે કૂતરાંઓ વાત કરતાં દર્શાવવામાં આવ્યા છે અને એક કૂતરો કહી રહ્યું છે, ગેરકાયદે અને બેનામી ચીજો શોધવાની સાથે અમારે આ સામાન સાથે પકડાયેલા લોકો કયા પક્ષ સાથે જોડાયેલા છે એ પણ સૂંઘી કાઢવું પડે છે!

ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલાં મંજુલના અન્ય એક કાર્ટૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના રાહુલ ગાંધી બધાં પોતે માસ્ક પહેરતાં નથી, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં નથી પરંતુ, સામાન્ય લોકોને સતર્ક રહેવા જણાવતાં હોવાની વાતે વ્યંગ કરાયો છે અને અગ્રણીઓ સામાન્ય વ્યક્તિને પુછી રહ્યાં છે કે, એ ભાઈ… તમારો માસ્ક ક્યાં છે?

ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં અશોક અદેપાલના કાર્ટૂનમાં બાળકો પર તોળાંઈ રહેલાં કોરોના સંક્રમણના ભયને વ્યક્ત કરાયો છે. અને દર્શાવવામાં આવ્યું છે કે, કોરોના પથ અથવા તો કોરોના કાર્પેટ પર ચાલીને બાળકો સ્કૂલે જઈ રહ્યાં છ.

સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.

વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

 😎 (FunRang Joke) 😎 

પકડુઃ આજકાલ મેં સમાજ સેવા શરૂ કરી છે.

ભદોઃ એટલે શું કરે છે?

પકડુઃ કંઈ નહીં કોઈ અજાણ્યો દુઃખી માણસ દેખાય તો એની સામે સ્માઈલ કરી જતો રહું છું. એ એના દુઃખ ભુલીને એ વિચારે ચડી જાય છે કે, આ કોણ હતો? થઈને સમાજ સેવા…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

Have you seen the satirical cartoons published in Gujarati newspapers today or not? – 03 January 2022

Gujarati Newspapers Gujarat Samachar, Sandesh, Gujarat mitra ect… have very meaningful cartoons printed on a daily basis. FunRang honors the cartoonist’s distinctive art of accurately and sarcastically depicting the current situation with just one picture. That is why this video has been made by Funrang with the intention of making the cartoon printed in the newspaper more popular. The quality of the cartoon is not discussed in this video. But, if the cartoon may not have caught the eye of the newspaper reader, then this is just an attempt to bring it to the notice through video.

Edited & made by – Mehulkumar Vyas for funrang news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *