જેતલપુર, નવાપુરા, કિશનવાડી, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, સુભાનપુરા, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, ગોકુલનગર, મકરપુરા, વડસર, પુનિયાદ અને ખાનપુર વિસ્તારમાંથી કોરોનાના નવા કેસ મળી આવ્યાં.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | છેલ્લાં 24 કલાકમાં કોરોના પોઝિટીવના 87 કેસો સામે આવ્યાં છે. ગઈકાલેના 69ની સરખામણીમાં 18 વધુ કેસો નોંધાયા છે. તો ઓમિક્રોનના 4 નવા કેસ સામે આવ્યા છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે, 359 દર્દીઓ સારવાર હેઠળ છે જે પૈકી 12 ઓક્સિજન પર છે જ્યારે 4 વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે અન્ય દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લાં 24 કલાકમાં કુલ 5323 સેમ્પલ તપાસવામાં આવ્યા હતાં જેમાંથી 87 કોરોના પોઝિટીવ જણાઈ આવ્યા હતાં.
જ્યારે ચાર ઓમિક્રોન કેસની વિગતો એવી છે કે, મૂળ આણંદના રહેવાસી 16 વર્ષિય અને 43 વર્ષિય પુરુષ ગત નવેમ્બર માસમાં કેન્યાથી ભારત આવ્યા હતાં. કોરોના ટેસ્ટ કરાવવા માટે તેઓ 25 ડિસેમ્બરે દિવાળીપુરા સ્થિત પરિચિતના ઘરે આવ્યા હતાં. ત્યારે તેઓનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ આણંદ જઈને બંનેનો ટેસ્ટ કરાવવામાં આવતાં નેગેટીવ આવ્યો હતો અને 2 જાન્યુઆરીના રોજ તેઓ કેન્યા જવા રવાના થાય હતાં. દરમિયાનમાં આજરોજ બંનેનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
ઓમિક્રોન હાઈ રિસ્ક દેશ ઘાનાથી આવેલાં 39 વર્ષિય પુરુષનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેવી જ રીતે ફતેપુરા વિસ્તારમાં ફ્રાન્સથી આવેલા 34 વર્ષિય પુરુષનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાનું જાણવા મળે છે.
એકંદરે, વડોદરા શહેરમાં કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે લોકોએ જાગૃત બનીને કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવું આવશ્યક બને છે.
🙂 (FunRang Joke) 🙂
પકડુઃ આજકાલ મેં સમાજ સેવા શરૂ કરી છે.
ભદોઃ એટલે શું કરે છે?
પકડુઃ કંઈ નહીં કોઈ અજાણ્યો દુઃખી માણસ દેખાય તો એની સામે સ્માઈલ કરી જતો રહું છું. એ એના દુઃખ ભુલીને એ વિચારે ચડી જાય છે કે, આ કોણ હતો? થઈને સમાજ સેવા…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz