➡ વિક્રમ સંવત 2078 પોષ સુદ – બીજ
➡ આજની ચંદ્ર રાશિ – મકર
મેષ (અ,લ,ઈ)
આજે મહત્વની ખરીદી કે સોદો કરતી વખતે કોઈ નિર્ણય ઉતાવળમાં લેવો નહીં. યાત્રા પ્રવાસ આનંદમય રહેશે પરંતુ, ખિસ્સાનું વજન હળવું થઈ શકે છે. વૈવાહિક જીવનમાં આનંદ પ્રાપ્ત કરવાની તક સર્જાઈ શકે છે, પરંતુ નજીવી બાબતે કચકચ કરીને મૂડ બગાડવો નહીં. ખાસ તો, ઘરમાં કોઈ ફેરફાર કરવો હોય તો જીવનસાથીની સલાહ અચૂક લેવી.
વૃષભ (બ,વ,ઉ)
શેખચીલ્લી જેવા ખોટા વિચારોમાં સમય બગાડશો નહીં. વેપારમાં આજે નુકસાન થવાની શક્યતા છે. નોકરીમાં સહયોગી કર્મચારીઓની સહાયતા મળવાની શક્યતા ઓછી છે, એમની પાછળ ચા – નાસ્તાનો ખોટો ખર્ચ ટાળવો. પાડોશી કે અન્ય વ્યક્તિની દખલથી ગૃહસ્થજીવનમાં તકલીફ આવી શકે છે. સાચવજો..
મિથુન (ક,છ,ધ)
આજે આહારનું ખાસ ધ્યાન રાખશો, તંદુરસ્તી માટે વ્યાયામ કરવો જરૂરી. આજે નાણાંની ખેંચ અનુભવી શકો છો. કોઈની સાથે ચાલાકી કરવાનો પ્રયત્ન કરશો નહીં, આજે સામેવાળો તમને ઓળખી જઈ શકે છે. આપના કામનો શ્રેય આજે બીજા લોકો લઈ શકે છે. આજે જીવનસાથીનું એવું સ્વરૂપ જોવા મળશે, જે બહુ સારું ના હોઈ શકે.
કર્ક (ડ,હ)
આજે કોઈ કંકાશને કારણે મૂડ ખરાબ થઈ શકે છે. શક્ય હોય તો આજે મૌનવ્રત રાખી શકો છો. કારણકે, કોઈપણ ઝગડો વિવાદ આપના માટે સારો નથી. નવા એગ્રિમેન્ટ ફાયદાકારક રહી શકે છે. કોઈ શુભ સમાચાર આપના સહિત પરિવારને આનંદીત કરી શકે છે. જીવનસાથી તરફથી વિશેષ ભેટ મળી શકે છે.
સિંહ (મ,ટ)
આજે સ્વાસ્થ્ય અને દેખાવ અંગેની બાબતો પર ધ્યાન આપી શકશો. ખર્ચ પર ખાસ નિયંત્રણ રાખશો. હોંશિયારી બતાવવામાં બેન્ક બેલેન્સ બગડી શકે છે. આજે રચનાત્મક કાર્યો કરી શકશો. જીવનસાથીના વર્તનને કારણે વ્યાપારીક જીવન પર ખોટી અસર પડી શકે છે. બને ત્યાં સુધી જીવનસાથીને વેપારની કોઈ વાત કરશો નહીં.
કન્યા (પ,ઠ,ણ)
આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી જરૂરી છે. જોકે, ઉધારીનો બોજ હળવો થઈ શકે છે. ભાઈ – ભાંડુ તરફથી ધાર્યા કરતાં વધુ મદદ પ્રાપ્ત થઈ શકે છે. લાંબા સમયથી ચાલતાં ઝગડાનો આજે ઉકેલ લાવવો તમારા હાથમાં છે. અહંકારને બદલે સહકારને મહત્વ આપશો. જીવનસાથીને કારણે માનસિક અશાંતિ ભોગવવી પડી શકે છે.
તુલા (ર,ત)
આજે ધ્યાન – યોગથી આપને લાભ પ્રાપ્ત થઈ શકે છે, આઉટડોર ગેમ્સ રમવાની ઇચ્છા થઈ શકે છે. વેપારમાં સારો એવો લાભ પ્રાપ્ત થાય. આજે મિત્રોથી સાવધાન રહેવાની જરૂરત જણાય છે. તેમજ વડીલો તરફથી ઠપકો મળી શકે છે, તેમની સામે દલીલ કરવાનું ટાળશો. ચર્ચા કરવાથી સમય અને મગજ બંને બગડી શકે છે.
વૃશ્ચિક (ન,ય)
આજે મિત્રો એવાં સમયે દગો આપશે જ્યારે આપને તેમની સૌથી વધુ જરૂરત હશે. આજે વાહન સાચવીને ચલાવવું, કારણકે દુર્ઘટના થઈ શકે તેવાં યોગ છે. જીવનસાથીને પોતાના મનની વાત જણાવીને હળવા થઈ શકશો. મનની વાત નહીં જણાવો તો મુંઝવણ અનુભવી શકો છો.
ધન (ભ,ફ,ઢ,ધ)
દાન – પુણ્યના કાર્યમાં જોડાઈને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકશો. આજે કોઈ આપની ખોટી પ્રશંસા કરીને લાભ મેળવવાનો પ્રયાસ કરી શકે છે. માટે સાચવશો. આપના મનમાં સકારાત્મક વિચારો રહેશે. જીવનસાથી સાથે સાંજનો સમય વિશેષ આનંદમય રીતે પસાર થવાની પૂરી શક્યતા છે.
મકર (ખ,જ)
જરૂર કરતાં વધારે ખર્ચ કરશો નહીં, તેમજ લોભામણી આર્થિક યોજનાઓમાં રોકાણ કરવાનું ટાળશો. બાળકોને શાળાકિય કાર્ય કરવામાં મદદ કરી શકશો. આજે નવરાશના સમયમાં મન પસંદ કાર્ય કરી શકશો. કોઈ મૂંઝવણ હશે તો તેમાંથી નિકળવામાં જીવનસાથી આજે મદદરૂપ નહીં થઈ શકે.
કુંભ (ગ,શ,ષ,સ)
આજે માંસપેશિયોને આરામ આપવાનો અને શક્ય હોય તો તેલ માલીશ કરાવવાનો દિવસ છે. આજે જે કાર્યો કરો એમાં લાલચ રાખશો તો ભવિષ્યમાં મુશ્કેલી આવી શકે. વ્યાવસાયિક મીટીંગમાં બોલ બચ્ચન ગીરી કરવાનું ટાળશો. આજે એવાં યોગ છે કે, આપ જીવનસાથી પર ખાસ ધ્યાન આપશો.
મીન (દ,ચ,ઝ,થ)
આજે સ્વાસ્થ્ય સારું રહેશે. સંતાનનાં સ્વાસ્થ્યને કારણે હેરાનગતિ થઈ શકે છે. આજે આપના પ્રેમજીવનમાં અન્ય કોઈનો પ્રવેશ થઈ શકે છે. પોતાની આવડત અને ભવિષ્યની યોજનાઓ અંગે પુનઃ વિચાર કરવાનો સમય છે. જીવનસાથી સાથે આનંદમય દિવસ વિતે. જોકે, મનમાં કોઈ વાતનો સંતાપ રહ્યા કરે તેવી શક્યતા છે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg