ATM,તોડફોડ,તસ્કર ત્રિપુટી,પાંડેસરા,સુરત,સુરત પોલીસ,પાંડેસરા પોલીસ,ચોરીનો પ્રયાસ,કેફિયત,કબૂલાત

ATM,તોડફોડ,તસ્કર ત્રિપુટી,પાંડેસરા,સુરત,સુરત પોલીસ,પાંડેસરા પોલીસ,ચોરીનો પ્રયાસ,કેફિયત,કબૂલાત

  • સુરતમાં રાત્રી કર્ફ્યુમાં ચોરી કરવા નિકળેલી તસ્કર ત્રિપુટીની કેફિયત પોલીસને ગળે ના ઉતરી.
  • પાંડેસરા વિસ્તારમાં જ્વેલર્સ અને કરીયાણાની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ.
  • તસ્કર ત્રિપુટીએ ICICI અને એક્સિસ બેન્કના ATMમાં તોડફોડ કરી.

Mehulkumar Vyas. [9978918796]

સુરત | પાંડેસરા વિસ્તારમાં રવિવારે મધરાત્રે બે ATM તૂટવાની ઘટનામાં સુરત પોલીસે ઝડપી પાડેલી તસ્કર ત્રિપુટીએ પોલીસને ઉંધા ચશ્મા પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. અને કેશ નહીં નિકળવાને કારણે બે ATM ક્રેશ કર્યા હોવાની કેફિયત જણાવી હતી. જોકે, આખરે તેમણે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી લીધી હતી.

રવિવારે મોડીરાતે પાંડેસરા વિસ્તારમાં બાટલી બોય કંપની સામે આવેલાં ઐયપ્પા કોમ્મ્પેક્ષમાં આવેલાં ICICI બેન્કના ATMનું રાત્રે 3.21 કલાકે લોક તોડી ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. ત્યારબાદ 4.30 કલાકે પાંડેસરાના પિયુષ પોઇન્ટ ચાર રસ્તા પાસે આવેલા એક્સિસ બેન્કના ATMનાં સીસીટીવી કેમેરા તોડ્યા બાદ મશીન તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે ATM મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટર દ્વારા પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં કુલદીપ દ્વારકાપ્રસાદ મિશ્રા, આકાર્શ ઉર્ફે નિક્કી પ્રભાકર શ્રીવાસ્ત અને અનુરાગ શ્રીવાસ્તવને ઝડપી પાડ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં ત્રિપુટીએ જણાવ્યું કે, મોડી રાત્રે ફરવા નિકળ્યા હતાં. અને પહેલાં ICICI બેન્કના ATMમાં કેશ ઉપાડવા ગયા હતાં. જોકે, કેશ નહીં નિકળતાં તોડફોડ કરી હતી. ત્યારબાદ એક્સિસ બેન્કના ATMમાં ગયા અને ત્યાં પણ કેશ નહીં નિકળતાં તોડફોડ કરી હતી.

તસ્કર ત્રિપુટીએ જણાવેલું કારણ સાંભળીને પોલીસ અધિકારીઓ – કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતાં. પરંતુ, કડકાઈથી પુછપરછ કરતાં સમગ્ર બીના સપાટી પર આવી હતી. રાત્રી કર્ફ્યુનો લાભ લઈ તસ્કર ત્રીપુટીએ પાંડેસરા વિસ્તારના જ્વેલર્સને નિશાન બનાવ્યું હતું. પરુતુ ત્યાં સફળતા નહીં મળતાં તેઓ કરીયાણાના હોલસેલરની દુકાનને તોડવા પહોંચ્યા હતાં. જોકે, ત્યાં પણ સફળતા પ્રાપ્ત નહીં થતાં. આખરે બે ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એમાં પણ ત્રિપુટીને નિષ્ફળતા જ પ્રાપ્ત થઈ હતી.

પાંડેસરા પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(FunRang Joke)

પકડુઃ આજકાલ મેં સમાજ સેવા શરૂ કરી છે.

ભદોઃ એટલે શું કરે છે?

પકડુઃ કંઈ નહીં કોઈ અજાણ્યો દુઃખી માણસ દેખાય તો એની સામે સ્માઈલ કરી જતો રહું છું. એ એના દુઃખ ભુલીને એ વિચારે ચડી જાય છે કે, આ કોણ હતો? થઈને સમાજ સેવા…  

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

ATM,તોડફોડ,તસ્કર ત્રિપુટી,પાંડેસરા,સુરત,સુરત પોલીસ,પાંડેસરા પોલીસ,ચોરીનો પ્રયાસ,કેફિયત,કબૂલાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *