• રાજપીપલામાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની ઉપસ્થિતિમાં નવદુર્ગા હાઇસ્કૂલ ખાતે 15 થી 18 વર્ષની વયજૂથના બાળકો માટે કોવિડ વેક્સીનેશનનો કાર્યક્રમ યોજાયો
  • જિલ્લાની 129 જેટલી સ્કૂલોને આવરી લઇ બાળકોના રસીકરણ માટે ૨૫૫ મેડીકલ ટીમો તૈનાત
  • તા.૭ મી સુધી જિલ્લામાં તમામ બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવાશે : બાકી રહેલા બાળકો માટે તા.8 અને 9 મી એ ખાસ ઝુંબેશ થકી કામગીરી પૂર્ણ કરાશે
  • નર્મદા જિલ્લામાં 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ વેક્સીનેશન આપવાની કામગીરીનો પ્રારંભ : બપોરે 2:30 કલાક સુધીમાં 2,652 બાળકોનું રસીકરણ

વિશાલ મિસ્ત્રી રાજપીપલા:

કોરોના સામે રક્ષણ આપવા માટે ગુજરાતમાં 15 થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસીકરણના આજથી પ્રારંભાયેલા રાજ્યવ્યાપી રસીકરણના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ 15 થી 18 વર્ષની વયના 27,632 બાળકોને કોવિડ વેક્સિનેશનની રસી આપવાની કામગીરીનો પ્રારંભ થયો છે.બપોરે 2:30 કલાક સુધીમાં જિલ્લામાં 2,652 બાળકોનું રસીકરણ કરાયું હોવાનો અહેવાલ જિલ્લા આરોગ્યતંત્ર તરફથી પ્રાપ્ત થયો છે.

રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કૂલના 450 જેટલા બાળકોને પણ આ રસીકરણ હેઠળ આવરી લેવાયાં છે.તો નવદુર્ગા હાઈસ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી હિતાક્ષી પાઠકે જિલ્લામાં સૌ પ્રથમ કોરોના વિરોધી રસી લીધી હતી.હિતાક્ષી પાઠકે જણાવ્યું હતું કે કોરોનાથી બચવા માટેનો એક ઉપયોગ માત્ર વેકશીન છે તો દરેક લોકોએ વેકશીન લેવી જોઈએ.અમારા વિસ્તારમાં ઘણા લોકો વેકશીન મુકાવવાથી ડરી રહ્યા છે તેમને હું અપીલ કરી રહી છું કે વેકસીન મુકાવવાથી કોઈ નુકસાન નથી. મેં પણ આજે કોરોનાની પહેલી વેકસીન મુકાવી છે.હું સ્વસ્થ છું આખો દિવસ સ્કૂલમાં રહીને અભ્યાસ પણ કર્યો છે અમારા જિલ્લામાં ઘણા લોકો એવા છે કે જે લોકો પાસે પૈસા પણ નથી કે તે રાજપીપલા સુધી આવીને વેકસીન મુકાવી શકે જેથી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારા શાળામાં જ વેકસીનેશન શરૂ કરાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *