દિલ્હી,સાઈબર ક્રાઇમ,વડોદરા,ઠગાઈ,છેતરપિંડી

દિલ્હી,સાઈબર ક્રાઇમ,વડોદરા,ઠગાઈ,છેતરપિંડી

  • ડિસેમ્બર 2019થી નવેમ્બર 2021 સુધીમાં વિવિધ વીમા કંપનીની લોન આપવાનું જણાવી ઠગ્યાં.
  • નોર્થ વેસ્ટ દિલ્હીના રોહિણીનાં રહેવાસી ઠગને ઝડપી પાડતી વડોદરા સાઈબર ક્રાઈમ.

Mehulkumar Vyas. [9978918796]

વડોદરા | જુદી જુદી વીમા કંપનીમાંથી બોલતો હોવાનું જણાવી લોનની લોભામણી સ્કિમો આપીને દિલ્હીના ઠગે વડોદરાના શખ્સ સાથે બે વર્ષના સમયગાળામાં 12 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ બનાવમાં વડોદરા સાઈબર ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીના ઠગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા. 30 ડિસેમ્બર 2021 રોજ સાઈબર ક્રાઈમમાં ઓનલાઈન ઠગાઈ અંગેનો ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2019થી નવેમ્બર 2021 સુધી એટલે લગભગ બે વર્ષ સુધીના ગાળામાં તેના પર અલગ અલગ વીમા કંપનીમાંથી બોલી રહ્યો હોવાનું જણાવતાં ફોન કોલ્સ આવ્યા હતાં.

વીમા કંપનીના કર્મચારી તરીકે ઓળખાણ આપનાર શખ્સ દ્વારા લોન અપાવવાના નામે તેના બેન્ક ખાતામાંથી 12,12,477 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતાં. લોન મેળવવાની લાલચે મોટી રકમ ગુમાવનાર શખ્સને આખરે તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો.

સાઈબર ક્રાઈમના પી.આઈ. એન. કે. વ્યાસ સહિતની ટીમે છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. જેમાં ટેક્નિકલ સોર્સથી આરોપી દિલ્હી ખાતે હોવાની વિગતો જાણવા મળી હતી. જેને પગલે સાઈબર ક્રાઈમની એક ટીમ દિલ્હી મોકલવામાં આવી હતી. ટીમે નોર્થ વેસ્ટ દિલ્હીના રોહીણી સેક્ટર 20ના એમ.સી.ડી. ફ્લેટના રહેવાસી ભેજાબાજ દીનેશ ગોપાલ લોહેરાને ઝડપી પાડ્યો હતો.

દીનેશ લોહેરાને અટકાયત કરી વડોદરા લાવ્યા બાદ પુછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી લીધી હતી. જેને પગલે સાઈબર ક્રાઈમ દ્વારા રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 ➡ ઓનલાઈન ફ્રોડથી બચવા સાઈબર ક્રાઈમની સુરક્ષા ટીપઃ

બેંક તથા વીમા કંપનીનું નામ આપીને ફોન કરનારને પોતાની બેંકની પર્સનલ માહિતી આપવી નહીં.

વીમા કંપની તથા બેંકમાંથી બોલતા હોવાનો ફોન અથવા મેસેજ આવતાં બેંકમાં રૂબરૂ જઈને સદર બાબતની ખાતરી કરવી.

દિલ્હીના ઠગને ઝડપી પાડવામાં સાઈબર ક્રાઈમના પી.આઈ. એન. કે. વ્યાસ, પી.એસ.આઈ. કે.સી. રાઠોડ, હે.કો. કુલદિપસિંહ લક્ષ્મણસિંહ, LRD જયેન્દ્રસિંહ રાયસંગભાઈ અને LRD મહિપતસિંહ પ્રતાપસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.

 🙂 (FunRang Joke) 🙂 

પકડુંએ હોંશિયારી કરતાં ગર્લફ્રેન્ડ પાક્કીને કહ્યું કે, હું એવી છોકરી સાથે લગ્ન કરીશ જે મહેનત કરતી હોય, સાદગીનું પાલન કરતી હોય, ઘરને સાફસુથરું રાખતી હોય અને કીધેલું માનતી હોય.

પાક્કીઃ અચ્છા એટલે તારે કામવાળી સાથે લગ્ન કરવા છે?

દિલ્હી,સાઈબર ક્રાઇમ,વડોદરા,ઠગાઈ,છેતરપિંડી

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *