- અકોટા ગામના સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો જુગાર રમતાં હતાં.
- કુલ 31,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | અકોટા ગામના સ્મશાન પાસે આવેલી ખુલ્લી જગ્યામાં મોબાઈલની ટોર્ચના અજવાળે પાન – પત્તાનો જુગાર રમી રહેલાં 5 શખ્સોને ગોત્રી પોલીસે ઝડપી પાડ્યા હતાં.
ગત રાત્રે ગોત્રી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન LRD મહીપાલસિંહ કનકસિંહ અને LRD ઉદેસિંહ જીલુભાઈને મળેલી બાતમીને આધેર પોલીસે અકોટા ગામના સ્મશાન પાસે આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે જુગારીઓ અંધારામાં મોબાઈલની ટોર્ચના અજવાળે કુંડાળું કરી બેઠેલા જોવા મળ્યા હતાં.
પાના – પત્તાનો જુગારમાં મસ્ત પાંચેય શખ્સોને ખબર જ ના પડી કે ક્યારે પોલીસ નજીક આવી પહોંચી. તેઓ ભાગવાનો પ્રયાસ કરે એ પહેલાં ગોત્રી પોલીસના સ્ટાફે તેમને ઝડપી પાડ્યા હતાં. પોલીસે ઝડપી પાડેલાં જુગારીઓમાં સંજય ગુરજી વસાવા (રહે. ભાથુજીનગર ઝુપડપટ્ટી, અકોટા ગામ પાછળ, વડોદરા), તોહીલ શબ્બીરભાઈ મુલતાની (રહે. નવાવાસ ધુપેલીયાની ચાલ, અકોટા ગામ, વડોદરા), અન્નુ શફીકહુસેન શેખ (રહે. સંજયનગર ઝુપડપટ્ટી, દિનેશ મીલ પાસે, અકોટા, વડોદરા), અયુબ ઇસ્માઈલ મુલતાની (રહે. શબરી મહોલ્લો, અકોટા, વડોદરા) અને ચિરાગ પરશુરામ સપકાળ (રહે. જયમહાકાળીનગર ઝુપડપટ્ટી, રેલ્વે લાઈન પાસે, સયાજીગંજ, વડોદરા)નો સમાવેશ થાય છે.
પોલીસે તેઓની અંગ જડતીમાંથી તેમજ જુગારમાં દાવ પર લાગેલી રોકડ, મોબાઈલ ફોન સહિત કુલ 31,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અંધારામાં જુગાર રમતાં જુગારીઓને ઝડપી પાડવામાં ગોત્રી પોલીસ મથકના પી.એસ.આઈ. આર.એન. બારૈયા, એ.એસ.આઈ. શાબીરહુસેન નુરખાન, હે.કો. સતિષભાઈ નાગજીભાઈ, પો.કો. રાણીંગભાઈ નાજભાઈ, પો.કો. નિતેશકુમાર રમેશભાઈ, LRD ભરતભાઈ ઇશ્વરભાઈ, LRD ઉદેસિંગ જીલુભાઈ, LRD મહિપાલસિંહ કનકસિંહ સહિતનાં સ્ટાફે સફળ કામગીરી કરી હતી.
(FunRang Joke)
પકડુંએ હોંશિયારી કરતાં ગર્લફ્રેન્ડ પાક્કીને કહ્યું કે, હું એવી છોકરી સાથે લગ્ન કરીશ જે મહેનત કરતી હોય, સાદગીનું પાલન કરતી હોય, ઘરને સાફસુથરું રાખતી હોય અને કીધેલું માનતી હોય.
પાક્કીઃ અચ્છા એટલે તારે કામવાળી સાથે લગ્ન કરવા છે?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz