- અકોટા – દાંડીયાબજાર બ્રિજ પર બુધવારે બપોરે બનેલી ઘટના.
- પોલીસ અને ફાયર બ્રિગેડ આવી પહોંચે એ પહેલાં સ્થાનિકોએ યુવકને બહાર કાઢ્યો.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | બપોરના સમયે અકોટા – દાંડીયાબજાર બ્રિજ પર બાઈક લઈ પસાર થતાં એક યુવકે, બાઈક થોભાવી વિશ્વામિત્રી નદીમાં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્ય નજરે જોનારા રાહદારીઓ ચોંકી ઉઠ્યા હતાં. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચે તે પહેલાં સ્થાનિક લોકોએ યુવકને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, બનાવને પગલે મોટી સંખ્યામાં વાહન ચાલકો બ્રિજ પર થંભી ગયા હતાં.
વાહન વ્યવહારની ભારે અવર જવર ધરાવતાં અકોટા – દાંડીયાબજાર બ્રિજ પર આજે બપોરના સમયે એક યુવકે બાઈક થોભાઈને નદીમાં ઝંપલાવી દીધું હતું. આ જોતાં જ અનેક લોકો પોતાના વાહનો થોભાવીને બ્રિજ પાસે પહોંચી ગયા હતાં. નદીમાં પડેલાં યુવક પર એક મગરે હુમલો કર્યો હતો. જોકે, એકઠાં થયેલાં સ્થાનિક લોકોએ બૂમાબૂમ કરવા સાથે, પથ્થરો વગેરે ફેંકીને મગરને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાનમાં સ્થાનિક લોકોએ યુવકને નદીમાંથી બહાર કાઢ્યો હતો. બનાવ અંગે જાણ થતાં યુવકના પરિવારજનો પણ દોડી આવ્યા હતાં. મગરના હુમલાથી ઇજા પામેલાં યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પરિવારજનોના કહેવા પ્રમાણે યુવકની માનસિક સ્થિતિ સારી ના હોવાથી તેણે આવું પગલું ભર્યું છે. જોકે, યુવકે શા માટે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો? તે અંગે ચોક્કસ કારણ ખબર પડી નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
😛 (FunRang Joke) 😛
ટાઈગરઃ યાર પકડું, મને એકવાત નથી સમજાતી,
પકડુઃ કઈ વાત?
ટાઈગરઃ દરેક નોટ પર ગાંધીજીનો ચહેરો હસતો કેમ હોય છે?
પકડુઃ સિમ્પલ છે યાર, ગાંધીજી રડે તો નોટ પલળી જાય.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz